તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
એટ્રોસીટી-રાયોટીંગના ગુનામાં ફરાર શાહરૂખ અને ઇમ્તિયાઝને માલવીયાનગર પોલીસે દબોચ્યા
ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચનાથી પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ કે. ડી. મારૂ, કેતનભાઇ શેખલીયા, કેતનભાઇ નીકોલા અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૧૨: શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર જગ્યાએ પતા રમવા બાબતે થયેલી બોલાચાલી અને તકરાર બાદ લોખંડના પાઇપ તથા ધોકાથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા બે આરોપીઓને પોલીસે ઝડપી લેવાયા છે. માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી દ્વારા ના પાડવા છતાં આરોપી શાહરૂખ તથા અન્ય લોકોએ ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો, જે અંગે એટ્રોસિટી એક્ટ, રાયોટીંગ તેમજ બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ માલવીયાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે શાહરૂખ સલીમભાઇ કુરેશી (રહે. નાનામવા સર્કલ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ) અને ઇમ્તીયાઝ વલીભાઇ સોરા (રહે. ઉદ્યોગનગર કોલોની, ગોંડલ રોડ)ને પકડી લીધા છે. પકડાયેલા આરોપીઓ પૈકી શાહરૂખ સલીમભાઇ કુરેશી અગાઉ રાજકોટ તાલુકા અને ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જી.પી. એક્ટ હેઠળના ગુનાઓમાં સંડોવાયેલ છે, જ્યારે ઇમ્તીયાઝ વલીભાઇ સોરા વિરુદ્ધ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળનો ગુનો નોંધાયો છે.
આ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈત્યન માંડલીક, ડીસીપી રાકેશ દેસાઈ તથા એસીપી બી.જે. ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ જે.એમ. કૈલા તથા સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ કે.ડી. મારૂ, એએસઆઇ કેતનભાઈ શેખલીયા, કેતનભાઈ નીકોલા, હેડકોન્સ. કળણાલસિંહ ઝાલા, સારંગભાઈ ઓગાણીયા, અનીલભાઈ જીલરીયા તેમજ કોન્સ. અમરદીપસિંહ જાડેજા અને કરણભાઈ જાદવ દ્વારા કરવામાં આવી હતી.
(2:24 PM IST)










