તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
મોટા મવા ભીમનગર પૂલ પાસે એક વર્ષ જુના મનદુઃખને કારણે ગોરધનને શૈલેષ અને લાખાએ ઘુસ્તા પાટા માર્યા
આજે તો મારી જ નાંખવો છે કહી ખૂનની ધમકી પણ દીધીઃ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટઃ મુળ મધ્યપ્રદેશના જાંબુવાના ચનેડાના વતની અને હાલ રોદડીયા ચોક ૮૦ ફુટ રોડ પર શ્રી દર્શન નામે નવી કન્સ્ટ્રક્શનની સાઇટ પર રહી મજૂરી કરતાં ગોરધન નાથુભાઇ સીંગાડ (ઉ.વ.૩૬) નામના યુવાનને રાતે મોટા મવા શનીવારી બજારના પૂલ નજીક ભીમનગર પાસે હતો ત્યારે શૈલેષ અને લાખા નામના શખ્સોએ આંતરી લઇ ગાળો દઇ ઢીકાપાટુનો અને લાકડાના ધોકાથી માર મારી આજે તો તને મારી જ નાંખવો છે તેમ કહી મારી નાંખવાની ધમકી આપતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્સ. મયુરભાઇ ઠાકરે ગુનો નોંધ્યો છે. એક વર્ષ પહેલા ગોરધન અને શૈલેષ સાથે કડીયા કામ કરતાં હતાં ત્યારે બોલાચાલી થઇ હતી. ત્યારથી બંને વચ્ચે મનદુઃખ ચાલતું હોઇ શનીવારે રાતે ભીમનગર પૂલ પાસે ગોરધન ભેગો થઇ જતાં શૈલેષે મિત્ર લાખા સાથે મળી તેને માર મારી ખૂનની ધમકી દીધાનું ફરિયાદમાં જણાવાયું છે.
(12:12 PM IST)










