હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 16th October 2026
કોટેચા ચોકમાં સાડા ત્રણ દાયકાથી શકિત આરાધન

નવર્દુગા ગરબી મંડળ દ્વારા કાલાવાડ રોડ કોટેચા સર્કલ ખાતે પ્રાચીન ગરબાનું આયોજન થાય છે. જેમાં નાની મોટી ૩ર બાળાઓ અવનવા રાસ રજૂ કરે છે. ગાયક તરીકે નરસંગભાઇ ગઢવી, મંજીરા પિયુષભાઇ રાઠોડે, ઢોલક માલદેભાઇ સોલંકી, નિરંજભાઇ ભટ્ટ સાથ આપે છે. આ ગરબીમાં અઘોર નગારા, ટિપ્પણી રાસ, તરણેતરનો મેળો, મહિષાસૂર વધ, હિંડોળા રાસ, તલવાર રાસ, સળગતો ગરબો, પતેય રાજાનું પતન, સહિત વિવિધ પ્રકારના નાટકીય રાસો રજૂ થાય છે. ગરબી મંડળને ૩૬મું વર્ષ ચાલે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:15 PM IST)










