તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
સાધુ વાસવાણી એકેડમી દ્વારા ગરબાની ગરીમા દ્વારા માં જગદંબાની આરાધના ‘શક્તિપર્વ'
વિદ્યાર્થીનીઓ દ્વારા અદ્દભુત કલાત્મક, તાલમેલ, શિસ્ત અને સાંસ્કૃતિક પ્રતિબદ્ધતાની રજૂઆત

રાજકોટ : સાધુ વાસવાણી એકેડેમી, રાજકોટ દ્વારા પ્રમુખ સ્વામી ઑડિટોરિયમ ખાતે ‘શક્તિ વંદના પર્વ-૨૦૨૬'નું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન ભારતીય સંસ્કળતિ, લોકપરંપરા, માતળશક્તિની ઉપાસના અને ગુજરાતની સમળદ્ધગરબા સંસ્કળતિને જીવંત રાખવાના ઉમદા હેતુ સાથે આયોજિત આ કાર્યક્રમમાં સાધુ વાસવાણી સ્કૂલ તથા સાધુ વાસવાણી સ્કૂલ ફોર ગર્લ્સના વિદ્યાર્થીઓએ પોતાની અદભુત કલાત્મકતા, તાલમેલ, શિસ્ત અને સાંસ્કળતિક પ્રતિબદ્ધતાની પ્રભાવશાળી રજૂઆત કરી હતી.
આ કાર્યક્રમ માત્ર ગરબાની રજૂઆત પૂરતો સીમિત ન રહેતાં ભારતીય સંસ્કળતિના અમૂલ્ય વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક સશક્ત પ્રયાસ બની રહ્યો હતો. દરેક રજૂઆતમાં પરંપરાની ગરિમા, લોકસંસ્કળતિની ઓળખ, માતળશક્તિ પ્રત્યેની શ્રદ્ધા અને કલાની અનોખી અભિવ્યક્તિ જોવા મળી હતી.
પરંપરાગત ગરબાની વિવિધતા અને કલાત્મકતાએ ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યાહતા.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ટિપ્પણી રાસ, દીયા રાસ, હલેસા રાસ, ડાકલા, ડાંડિયા રાસ તેમજ વિવિધ આકર્ષક પ્રોપ્સ સાથે વિશિષ્ટ ગરબા અને રાસની રજૂઆતો કરવામાં આવી હતી. દરેક ગરબાની રચના, તેની રજૂઆત, તાલ, લય, વેશભૂષા અને મંચ પરની ગોઠવણી એકબીજાથી અલગ અને વિશિષ્ટ હતી. દરેક પ્રસ્તુતિમાં કંઈક નવું, સર્જનાત્મક અને સંસ્કળતિ સાથે જોડાયેલું જોવા મળ્યું હતું.
ટિપ્પણી રાસમાં લોકપરંપરાની જીવંત ઝલક, દીયા રાસમાં ભક્તિ અને દિવ્યતાનો અહેસાસ, હલેસા રાસમાં પરંપરાગત લોકજીવનની અભિવ્યક્તિ, ડાકલાની રજૂઆતમાં શક્તિ ઉપાસનાનો જોશ અને ડાંડિયા રાસમાં ગુજરાતની ગરબા સંસ્કળતિનો ઉત્સાહભર્યો આવિર્ભાવ જોવા મળ્યો હતો. વિવિધ પ્રોપ્સના સર્જનાત્મક ઉપયોગે દરેક પ્રસ્તુતિને એક અલગ ઓળખ આપી હતી.
વિદ્યાર્થીઓએ માત્ર તાલ અને લય જાળવીને નળત્ય કર્યું એટલું જ નહીં, પરંતુ દરેક રજૂઆત દ્વારા પ્રાચીન સંસ્કળતિના મૂળભૂત ભાવને પણ સુંદર રીતે ઉજાગર કર્યો હતો. આજના આધુનિક યુગમાં આપણી પરંપરાઓને જાળવી રાખીને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ પ્રયાસ સૌના હૃદયને સ્પર્શી ગયો હતો.
ખીચોખીચ ભરાયેલા ઑડિટોરિયમમાં જોવા મળેલ ઉત્સાહ અને લોકોના અભૂતપૂર્વ પ્રતિસાદે વિધાર્થીઓના ઉત્સાહ ને બે ગણો વધારી દીધો.
ભરચક ઓડિટોરિયમમાં વિદ્યાર્થીઓની એક પછી એક આકર્ષક પ્રસ્તુતિઓ માણવા માટે અનેક દર્શકો ઊભા રહીને પણ કાર્યક્રમ નિહાળતા જોવા મળ્યા હતા. સમગ્ર વાતાવરણ માતળશક્તિની આરાધના, સંગીત, નળત્ય, ભક્તિ અને સાંસ્કળતિક ગૌરવથી ગુંજી ઊઠ્યું હતું.
દરેક ગરબા બાદ દર્શકો તરફથી મળેલી ઉત્સાહભરી દાદ અને તાળીઓએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમની અનોખી સંકલ્પના, વિવિધતાસભર રજૂઆતો, વિદ્યાર્થીઓની મહેનત અને ભારતીય સંસ્કળતિને કેન્દ્રસ્થાને રાખવાની ભાવનાની ઉપસ્થિત મહાનુભાવો, ટ્રસ્ટીઓ, શહેરના વરિષ્ઠ નાગરિકો તથા દર્શકોએ મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા, વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી એ.ડી. રૂપારેલ, આપ સમુદાયના પ્રખ્યાત ઉદ્યોગપતિ, સામાજીક કાર્યકર શ્રી શિવલાલભાઈ તેમજ અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. સાધુ વાસવાણી સેન્ટરના સીઇઓ ડૉ. પુરુષોત્તમભાઈ પીપળિયા, ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી બી.બી. ગોગીયા તથા શ્રીમતી વિદ્યા બી. ગોગીયા તથા સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ પણઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત શ્રી ભરત જોબનપુત્રા, શ્રીમતી જુલીબેન સવાણી, શ્રી સુરેશ ફળદુ, શ્રી મેહુલ મહેતા, શ્રી દિલીપ પટેલ, શ્રી સુમિત વોરા, શ્રી કલ્પકભાઈ માણિયાર, શ્રી કપિલ શુક્લા, શ્રી નિકુંજ શુક્લા, શ્રી સ્તવન મહેતા, શ્રી જીતુભાઈ ભટ્ટ, શ્રી એ.ડી. રૂપારેલ, શ્રી ચંદુભાઈ ભામ્મર, શ્રી નટુભાઈ ભામ્મર, શ્રી નવીનભાઈ ભાલોડિયા સહિત શહેરના અનેક અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર રાજકોટના ચેરમેન શ્રી રવિ બી. ગોગીયાના માર્ગદર્શન હેઠળ શાળાના પ્રિન્સીપાલ શ્રીમતી મીરાબેન ચૌહાણ, કુમારી સ્વાતિ શાષાી, શ્રીમતી જાનવી મૂલવાની તથા શ્રીમતી કોમલ રાવલે જહેમત ઉઠાવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓની શિસ્તબદ્ધ રજૂઆતો, સંસ્કળતિ પ્રત્યેની નિષ્ઠા અને કાર્યક્રમની સુંદર વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.
વિદ્યાર્થીઓની પ્રતિભા, સમર્પણ, મહેનત અને ઉત્કળષ્ટ રજૂઆતોથી મંત્રમુગ્ધ થઈ મેનેજમેન્ટ તથા ઓડિયન્સમાંથી આકર્ષક ઇનામોની જાહેરાત પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની કલાત્મક ક્ષમતાને યોગ્ય પ્રોત્સાહન આપવાની અને તેમની અંદર રહેલી પ્રતિભાને વધુ નિખારવાની સંસ્થાની પ્રતિબદ્ધતા આ પ્રસંગે સ્પષ્ટપણે જોવા મળી હતી.
શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કળતિનું સંવર્ધનસાધુ વાસવાણી એકેડેમી, રાજકોટ શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત, સર્જનાત્મકતા, ટીમવર્ક અને ભારતીય સાંસ્કળતિક મૂલ્યોનું સિંચન કરવા માટે સતત પ્રયત્નશીલ છે. ‘શક્તિ વંદના પર્વ-૨૦૨૬' આ વિચારધારાનું જીવંત પ્રતિબિંબ બની રહ્યું હતું.
કાર્યક્રમની સફળતાએ ફરી એકવાર સાબિત કર્યું કે જ્યારે શિક્ષણ સાથે સંસ્કાર, સંસ્કળતિ અને સર્જનાત્મકતાનો સમન્વય થાય છે, ત્યારે વિદ્યાર્થીઓની પ્રતિભા માત્ર મંચ પર જ નહીં, પરંતુ સમાજમાં પણ સકારાત્મક પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે.
આમ, સાધુ વાસવાણી એકેડેમી, રાજકોટ દ્વારા આયોજિત ‘શક્તિ વંદના પર્વ-૨૦૨૬' ભારતીય સંસ્કળતિના ગૌરવ, માતળશક્તિ પ્રત્યેની શ્રદ્ધા અને નવી પેઢીની કલાત્મક પ્રતિભાનો યાદગાર ઉત્સવ બની રહ્યો હતો. કાર્યક્રમને મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ અને ઇનામોની વણઝારે વિદ્યાર્થીઓનેઉત્સાહ વધાર્યો હતો. પરંપરાને જીવંત રાખીને સંસ્કળતિને નવી ઊંચાઈએ લઈ જવાની દિશામાં આ આયોજન એક પ્રશંસનીય અને પ્રેરણાદાયી પહેલ બની રહ્યું હતું. (
(2:30 PM IST)










