<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

અકિલા પરિવાર સાથે દાયકાઓથી પારિવારિક સંબંધોથી જોડાયેલા જાણીતા ટેક્સી કોન્ટ્રાક્ટર શામજીભાઈ નારણભાઈ ચુડાસમાનું દુઃખદ અવસાન

રાજકોટ એરપોર્ટ રોડ, આરાધના સોસાયટી સ્થિત નિવાસસ્થાનેથી આવતીકાલે ગુરુવારે સવારે ૮ કલાકે નીકળશે અંતિમયાત્રા : રૈયા ગામ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર

રાજકોટ: અકિલા પરિવાર સાથે દાયકાઓથી સંકળાયેલ સૌરાષ્ટ્રના જાણીતા ટેક્સી કોન્ટ્રાક્ટર શ્રી શામજીભાઈ નારણભાઈ ચુડાસમા (ઉંમર વર્ષ ૮૪)નું આજે ૧૫ જુલાઈ ૨૦૨૬ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી ચુડાસમા પરિવાર તેમજ સ્નેહીજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

તેઓ મુકેશભાઈ શામજીભાઈ ચુડાસમા, સ્વર્ગસ્થ વિમલભાઈ શામજીભાઈ ચુડાસમા તથા ધર્મેશભાઈ શામજીભાઈ ચુડાસમાના પિતાશ્રી થાય છે. આ ઉપરાંત, તેઓ મીતભાઈ, માનવભાઈ, અંશભાઈ તથા રીધાનના દાદા તેમજ વિનય તથા વિરાગના નાના થાય છે.

સદ્દગતની અંતિમયાત્રા આવતીકાલે, ગુરુવારે સવારે ૮ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળી રૈયા ગામ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

નિવાસસ્થાન: આરાધના સોસાયટી, એરપોર્ટ રોડ, શિવાનંદ ઉદ્યાન ગાર્ડનની સામે, રાજકોટ.
સંપર્ક નંબર:
 * મુકેશભાઈ: ૯૪૨૭૨ ૬૩૬૩૬
 * મીતભાઈ: ૮૨૦૦૭ ૮૭૨૬૮
 * માનવભાઈ: ૯૮૯૮૮ ૪૬૧૬૧

અકિલા પરિવાર સાથે ચાર દાયકાથી શામજીભાઈ જોડાયેલા રહ્યા છે અને પારિવારિક નાતો રહ્યો છે. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા, અકિલા એક્ઝિક્યુટિવ તંત્રી નિમેશભાઈ ગણાત્રા અને અકિલા પરિવારે શામજીભાઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

(11:24 PM IST)