<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

રવિવારે રાજગોર બ્રાહ્મણ પરિવાર દ્વારા શરદોત્‍સવ

ખૈલૈયાઓને નિઃશુલ્‍ક એન્‍ટ્રી, ઇનામોની વણઝારઃ આરઆર ગ્રુપ રાજગોર પરિવારનું આયોજન

રાજકોટઃ આરઆર  ગ્રુપ અને રાજગોર પરિવાર રાજકોટ દ્વારા રવિવાર તા. ૨૫, ના રવિવારે સાંજે ૭ વાગ્‍યાથી  શ્રી વિશ્વકર્મા ગરબી ગ્રાઉન્‍ડ, ગોંડલ રોડ ખાતે રાજગોર શરદોત્‍સવનું જાજરમાન આયોજન ગત વર્ષે પણ કરાયુ઼ છે. જેમાં  રાજગોર પરિવારના અંદાજીત ૮  થી ૧૦ હજાર ખૈલૈયાઓ એક મંચ પર  એકત્રિત થઈ ગરબે રમશે અને માં અંબાની આરાધના કરશે.

આ વખતની ઉજવણીની સૌથી મોટી વિશેષતા એ છે કે આયોજકોએ કાર્યક્રમને તેના મૂળ સ્‍વરૂપમાં જ રાખવાનો નિર્ણય કર્યો છે. કોઈ ઔપચારિક ભાષણોની લાંબી હારમાળા નહીં. ફક્‍ત અને ફક્‍ત માં અંબાની આરાધના, શરદ પૂનમના ચાંદની જેવા ઉજ્જવળ સંસ્‍કાર અને મોડી રાત સુધી ચાલનારી ગરબાની રમઝટ.

આ શરદોત્‍સવ કાર્યક્રમને સફળ બનાવવા કન્‍વીનર હસમુખભાઇ જોશી (મો. ૯૯૦૯૫ ૧૭૧૫૬) (ઉપપ્રમુખ રાજકોટ શહેર ભાજપ), સહ કન્‍વીનર - ગોરધનભાઈ બામટા, ચેરમેન હસમુખભાઈ જોશી પ્રમુખ અલ્‍પેશભાઈ રવિયા, મહામંત્રી  જતીનભાઈ મહેતા તેમજ કોર કમિટી મેમ્‍બર રમેશભાઈ મહેતા, બાલકળષ્‍ણ જોશી, શૈલેશભાઈ દવે, હરેશભાઈ જોશી, અનિલભાઈ જોશી, અશોકભાઈ મહેતા. કેતનભાઈ બોરીસાગર, જીતેન્‍દ્રભાઈ તેરૈયા, કલ્‍પેશભાઈ બામટા, નરેન્‍દ્રભાઈ ધ્રાગડ. રમેશભાઈ રવિયા, વિમલભાઈ શીલુ, ભાવેશભાઈ મહેતા, ચંદ્રકાન્‍તભાઈ માઢક, ધીરેનભાઈ પુરોહિત, વિજયભાઈ બોરીસાગર, જયેશભાઈ બોરીસાગર, કાનજીભાઈ જોશી, મયુરભાઈ શીલુ, અજયભાઈ બામટા, નલીનભાઈ મહેતા, અશ્વિનભાઈ મહેતા. તેમજ સંયોજક કમિટીના રમેશભાઈ શીલું, દીપકભાઈ મહેતા, પ્રતીશભાઈ શીલુ, નીલેશભાઈ મહેતા, અરુણભાઈ દવે, હિતેશભાઈ મહેતા, પ્રકાશભાઈ જોશી, અશ્વિનભાઈ જોશી, નરેશભાઈ મહેતા, રસિકભાઈ મહેતા, ગૌરીશંકરભાઈ તેરૈયા, પંકજભાઈ ચાઉં, કેતનભાઈ બોરીસાગર, દિનેશભાઈ બોરીસાગર, અતુલભાઈ બોરીસાગર, શશીકાંત જોશી, ભરતભાઈ મહેતા, કૌશિકભાઈ બામટા, મનનભાઈ જોશી, ચિરાગભાઈ બોરીસાગર, સત્‍યમ્‍ભાઈ મહેતા, મેહુલભાઈ ચાવડાગોર, પાર્થીવભાઈ દવે, જયેશભાઈ મહેતા, ભાવિનભાઈ તેરૈયા, પંકજભાઈ તેરૈયા, યોગેશભાઈ મહેતા, ભરતભાઈ ભરાડ, સંજયભાઈ મહેતા, કમલેશભાઈ વેગડા, વિનોદભાઈ તેરૈયા, હર્ષદભાઈ રવિયા, જગદીશભાઈ ધ્રાગડ, નીતિનભાઈ જોશી, પ્રતિકભાઈ તેરૈયા, અશ્વિનભાઈ તેરૈયા, કમલેશભાઈ પંડ્‍યા, વિજયભાઈ તેરૈયા, કૌશિકભાઈ દવે જહેમત  ઉઠાવીરહ્યા છે.  (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

(3:32 PM IST)