તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
રાજગોર બ્રાહ્મણ પરિવાર-આર.આર.ગ્રુપ દ્વારા શરદોત્સવ

રાજકોટઃ શ્રી રાજગોર બ્રાહ્મણ પરિવાર રાજકોટ (RR ગ્રુપ) દ્વારા તા. ૨૫/૧૦/૨૦૨૬ ને રવિવાર ના રોજ આયોજિત શરદોત્સવ-૨૦૨૬માં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે, રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર અધ્યક્ષ માધવભાઈ દવે, રાજકોટ શહેર મહામંત્રી લલિતભાઈ વડોલિયા તથા યોગેન્દ્રસિંહ જાડેજા, રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દર્શીતાબહેન શાહ અને ભાનુબેન બાબરિયા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ બંકિમભાઈ મહેતા સહિત અનેક ભાજપના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
શરદોત્સવના આયોજનને સફળ બનાવવા માટે રાજકોટ શહેર ઉપપ્રમુખ સંજયભાઈ દવે (કન્વીનર), ગોરધનભાઈ બામટા (સહ-કન્વીનર), હસમુખભાઈ જોશી (ચેરમેન), અલ્પેશભાઈ રવિયા (પ્રમુખ) અને જતીનભાઈ મહેતા (મહામંત્રી) સહિત કોર કમિટી તથા સંયોજક કમિટીના તમામ સભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા આયોજનના વિવિધ તબક્કે જહેમત ઉઠાવવામાં આવી હતી.
RR ગ્રુપના કાર્યકર્તાઓની ટીમવર્ક અને સહયોગથી સમગ્ર શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો તથા સમાજના આગેવાનો દ્વારા આયોજકો અને કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
(2:33 PM IST)










