તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
રાજપૂત ક્ષત્રિય ગીરાસદાર બહેનો માટે હરીફાઈ ‘શરદોત્સવ'
અ.ગુ.રા.યુવા સંઘ, મહિલા સંઘ, યુવા પાંખ રાજકોટ શહેર-જિલ્લા દ્વારા બુધવારે : બાલભવન ખાતે યોજાશે કાર્યક્રમઃ વિજેતાઓને ઈનામોથી નવાજવામાં આવશે

રાજકોટઃ અ.ગુ.રા.યુવા સંઘ, મહિલા સંઘ તથા યુવા પાંખ રાજકોટ દ્વારા ૨૫મો સિલ્વર જ્યુબેલી શરદોત્સવનું તા.૨૧ને બુધવારના રોજ સાંજે ૫:૩૦ થી ૧૦ સુધી બાલભવન ખાતે રાસ ગરબા હરિફાઈનું આયોજન થનાર છે. આયોજનમાં પી.ટી.જાડેજા આ કાર્યક્રમના ચેરમેનની આગેવાની હેઠળ કન્વીનર તરીકે કિશોરસિંહ જેઠવા પાંડાવદર, કનકસિંહ ઝાલા બલાળા, હિતેન્દ્રસિંહ ઝાલા જડે.કોઠારીયા, અક્ષીતસિંહ પી.જાડેજા, હડમતીયા જંકશન સેવા પ્રદાન કરનાર છે. ગ્રાઉન્ડ કમીટીના કન્વીનર તરીકે હીનાબા ગોહિલ, કુકડ, કિર્તિબા ઝાલા, કારોલ, ડો.અલ્પનાબા ઝાલા, ચૂઢવા, પવિત્રીબા જાડેજા, વિરવાવ સેવા આપશે.
કાર્યક્રમના મુખ્ય મહેમાનો રીવાબા આર.જાડેજા શિક્ષણમંત્રી ગુજરાત (રાજ્યકક્ષા), ડો.જયેન્દ્રસિંહ જાડેજા, અ.ગુ.રા.યુવા સંઘ, પી.ટી.જાડેજા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ, રજપૂત સંઘ, મહાપાલસિંહ ચુડાસમા, એમ.ડી. પીજીવીસીએલ, મનોહરસિંહ જાડેજા, એસ.પી.અરવલ્લી જીલ્લા, રાજેન્દ્રસિંહ જાડેજા વાઈસ ચાન્સીલર મારવાડી યુનિ.હાજર રહેશે.
આ હરિફાઈ ફક્ત ક્ષત્રિય ગીરાસદાર સમાજના બહેનો જ ભાગ લઈ શકશે. રાજપૂતભાઈઓ આ કાર્યક્રમ ફક્ત નિહાળી શકશે. તેમ જણાવાયું છે. એ ગ્રુપ ૫ થી ૧૫ વર્ષ, બી ગ્રુપ ૧૬ થી ૨૫ વર્ષ, સી ગ્રુપ ૨૬ વર્ષથી ઉપરનું રહેશે. દરેક ગ્રુપમાં ૧ થી ૩ ઈનામ અને એમ વેલડ્રેસ ઈનામ પણ આપવામાં આવશે. અને મેગા વિજેતા ફાઈનલમાં એક બમ્પર પ્રાઈઝ પણ આપવામાં આવશે.
આ પ્રસંગે કિશોરસિંહ જેઠવા-પાંડાવદરને ખેલમહાકુંભની રાજકોટ મહાનગરપાલિકા કક્ષાની ચેસ ટૂર્નામેન્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ વિશિષ્ઠ સન્માન આ કાર્યક્રમમાં કરવામાં આવશે.
સ્વ.રાજેન્દ્રસિંહ જશુભા જેઠવા પાંડાવદર તરફથી વિજેતા દીકરીબાઓને શિલ્ડ આપવામાં આવશે. અલ્પાહાર માટે મુખ્યદાતા પૃથ્વીરાજસિંહ બળદેવસિંહ સરવૈયા (અચાવેજ) પી.એસ.તરફથી સહયોગ મળેલ હોવાનું જણાવાયું છે.
પી.ટી.જાડેજા, હડમતીયા જંકશનના કુટુંબીજનો તરફથી રાજદિપસિંહ જાડેજા, પૂર્વ ઉપપ્રમુખ શહેર ભાજપ, રાજકોટ, અમરદિપસિંહ જાડેજા, મુળરાજસિંહ જાડેજા, વાવડી, ગીરીરાજસિંહ જાડેજા, પીપળીયા (પાળ), શીવમ બેરવેલ તરફથી પણ સહયોગ પ્રાપ્ત થયેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ દરમિયાન રાજકોટ જિલ્લા શિબિર તા.૩/૧/૨૦૨૭ને રવિવારના રોજ લોધિકા તાલુકામાં યોજાનાર છે. રાજકોટ ખાતે તા.૨૨ સોમવારના રોજ રાજપૂત સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે વધુ માહિતી માટે હિતેન્દ્રસિંહ ઝાલા કોઠારીયા (જડેશ્વર) ૯૯૭૪૦ ૯૯૯૦૦), કિશોરસિંહ જેઠવા પાંડાવદર ૯૯૨૫૨ ૪૮૨૫૧, કનકસિંહ ઝાલા ૯૩૭૬૭ ૧૧૧૬૧નો સંપર્ક કરી શકાય છે.
(2:47 PM IST)










