<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ભગવાન રામની ૪૦ પેઢીના નામ કડકડાટ બોલતા શૌર્ય કાકરેચાએ ગાય માતાને રાષ્‍ટ્ર માતાનો દરજજો આપવા કરી અપીલ

 

રાજકોટ તા. ૭ : ગૌસેવકો દ્વારા રાજકોટના બહુમાળી ભવન ખાતે ગૌસન્‍માન આહવાન અભિયાન હાથધરાયુ હતુ. જેમાં ધર્મપરાયણ અને ગૌપ્રેમી બાળક શૌર્ય કાકરેચાએ પણ ઉપસ્‍થિત રહી ગૌ માતાને રાષ્‍ટ્ર માતાનો દરજજો આપવા અપીલ કરી હતી. આ ૯ વર્ષના બાળકના બે મીનીટના વકતવ્‍યએ સૌનું ધ્‍યાન ખેંચ્‍યુ હતુ. ચુપ રહેવાને બદલે સૌએ પોતાની જવાબદારી સમજી આ અભિયાનમાં અવાજ ઉઠાવવા તેણે હિમાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે મહેશભાઇ કાકરેચા અને કોમલબેન કાકરેચાના પુત્ર શૌર્યને ભગવાન રામની ૪૦ પેઢીના નામ પણ મોઢે કડકડાટ છે. એટલુ જ નહીં હનુમાન ચાલીસાની ૪૦ ચોપાઇનું ગુજરાતીમાં જ્ઞાન પીરસવાની ક્ષમતા પણ ધરાવે છે. ઘરમાં પડેલા દાદીના ધાર્મિક પુસ્‍તકો વાંચી વાંચીને આગળ વધી રહેલ શૌર્યને રામભદ્રાચાર્ય સહીત અનેક સંતો મહંતોએ રૂબરૂ મળીને આશીર્વચનો આપ્‍યા છે. શુભમ ગ્‍લોબલ સ્‍કુલમાં ધો.૪માં અભ્‍યાસ કરતા શૌર્યને તેની આવી પ્રવૃત્તિ માટે પ્રિન્‍સિપાલ અવધેશભાઇ કાનગડ અને શાળાનો સ્‍ટાફ પણ પુરતો સહયોગ આપે છે. હાલ ભાગવત ગીતાના શ્‍લોક પાકા કરવા ઉપર તે કામ કરી રહ્યો છે. આગળ જઇને મોટીવેશનલ સ્‍પીકર તરીકે ખુબ મોટુ નામ બનાવવાનો મનસુબો સેવતા શૌર્યના પિતા મહેશભાઇ કાકરેચા (મો.૯૪૨૬૪ ૫૭૦૭૯) ટાઇલ્‍સના વ્‍યવસાય સાથે જોડાયેલા છે અને પુત્ર શૌર્યને તેની પ્રવૃત્તિ માટે પુરતો સ્‍કોપ આપવા પ્રયાસ કરે છે.

(2:14 PM IST)