News of Friday, 24th April 2026
શિવકથા એ યજ્ઞ, ઉપાસના, સાધના અને અનુષ્ઠાન : પૂ.ગીરીબાપુ
મવડીમા ૮૦ ફૂટ રોડ સર્વોદય સ્કૂલ સામે અમૃતવાટિકા ગ્રાઉન્ડ ખાતે જય સરદાર ગૌશાળા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગૌધામ શિવ કથાના પ્રથમ દિવસે શ્રોતાજનો ઉમટી પડ્યા

રાજકોટ, તા.,૨૪ : રાજકોટના મવડીમા ૮૦ ફૂટ રોડ સર્વોદય સ્કૂલ સામે અમૃળતવાટિકા ગ્રાઉન્ડ ખાતે જય સરદાર ગૌશાળા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગૌધામ શિવ કથાના પ્રથમ દિવસે વ્યાસપીઠ પરથી કથાકાર પૂ. ગીરીબાપુએ શિવમહાપુરાણની સાથે જીવન ઉપયોગી સૂત્રો આપી હજારો ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
પૂ.ગીરીબાપુએ જણાવ્યું કે કથા જીવનમાંથી પણ જગાડે છે. કથા યજ્ઞ, ઉપાસના, સાધના અને અનુષ્ઠાન છે. નવ દિવસનું આ અનુષ્ઠાન શબ્દરૂપી પુષ્પ શિવજીને અર્પણ કરવા માટે છે. ભગવાનની કથા સાંભળવાથી મન ફુલિત રહે છે અને શ્રોતાઓએ સાંભળેલી કથા પર મનન ચિંતન કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે કથા એક મનની યાત્રા છે, વ્યાસપીઠ પર જે યાદ કરવામાં આવે ત્યાં મન પહોંચી જાય છે.
પૂ.ગીરીબાપુએ વધુમાં કહ્યું કે સમય, શબ્દ અને ઉત્સવ ફરી નથી મળતા. સમય જતો રહે તો પાછો ન મળે, શબ્દ મોઢામાંથી નીકળી ગયો તો પાછો લઈ ન શકાય અને ઉત્સવ ઉજવાઈ ગયા પછી ફરીથી ન ઉજવી શકાય. આથી સમય, શબ્દ અને ઉત્સવને માણવા જોઈએ. આ શિવકથા જીવનને અલગ દિશા આપશે જેથી જીવનની દશા સુધરશે.
ગૌસેવાનું મહત્વ સમજાવતા પૂ.ગીરીબાપુએ કહ્યું કે શિવાલયમાં નંદી મહારાજને એ જ ણામ કરી શકે જે ગૌમાતાની સેવા કરે છે. નંદી મહારાજ ગૌમાતાનું સંતાન છે. ગાય માતા ૩૩ કરોડ દેવતાનું પ્રતીક છે. રાજકોટમાં ૨૫ વર્ષથી અવિરત જય સરદાર ગૌશાળા દ્વારા ગાય માતાની સાચા અર્થમાં સેવા થાય છે. અહીં ૧૦૦૦ કરતાં વધુ સેવાભાવી કાર્યકરો નિસ્વાર્થ ભાવે ગૌમાતાની સેવા કરે છે. ગૌમાતાનું દૂધ માત્ર વાછરડાઓ માટે જ ઉપયોગમાં લેવાય છે અને કોઈ વ્યાપારિક હેતુ નથી.
કથાના મુખ્ય ભામાશાઓમાં બાલાજી દાદાની કળપાથી તમામ દિવસોના ભોજન પ્રસાદની સેવા, સ્વ. નિર્મળાબેન સુમનભાઈ પાઘડાર, સ્વ. અંકુરભાઈ લક્કડ પરિવાર, સ્વ. રાજાભાઈ લીંબાસીયા પરિવાર, સ્વ. બાબુભાઈ આંબલીયા પરિવાર, નીમુબેન દેસાઈની પુણ્યતિથિ નિમિત્તે નરેન્દ્રભાઈ દેસાઈ સહિતના દાતાઓનો સહયોગ છે. મુખ્ય યજમાનોમાં સ્વ. અરજણભાઈ લક્કડ, સ્વ. નરસિંહભાઈ અકબરી, સ્વ. પાંચાભાઈ સોરઠીયા, સ્વ. બાબુભાઈ પાંભર, સ્વ. ઓઘળભાઈ ઘીયાડ પરિવારોનો સમાવેશ થાય છે.
કથા દરમિયાન દરરોજ સાંજે ૮ વાગ્યે દિવ્ય ભક્તિ સંધ્યાનું આયોજન કરાયું છે. તા. ૨૫ના રોજ લોકગાયિકા અલ્પા પટેલ તથા હાસ્ય કલાકાર હિતેશ અંટાળા, તા. ૨૬ના રોજ યોગીતા પટેલ, પ્રદીપ પાઘડી અને કૌશિક પટેલ, તા. ૨૭ના રોજ લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને શ્રુતિબેન પટેલ કાર્યક્રમ આપશે. તા. ૨૮ના રોજ જીલ એન્ટરટેનમેન્ટ દ્વારા શિવ તાંડવ, તા. ૨૯ના રોજ રામ દીવાના ટીમ જયપુર દ્વારા નળત્ય પ્રસ્તુતિ તથા તા. ૨૩, ૨૪ અને ૩૦ એપ્રિલે રાસ ગરબાનું આયોજન છે. (૪.૭)
કથા આરંભ અને આરતી વખતે બે કબૂતરોનું આગમન
રાજકોટ, તા.,૨૪ : રાજકોટના મવડીના આંગણે પૂ.ગીરીબાપુના વ્યાસાસને આયોજિત શિવકથાના પ્રથમ દિવસે જ એક અદભૂત અને ભાવવિભોર કરનાર દૃશ્ય જોવા મળ્યું હતું. પૂજ્ય ગીરીબાપુ જ્યારે વ્યાસપીઠ પર બિરાજમાન થઈને શિવકથાનો આરંભ કર્યો, ત્યારે અચાનક બે કબૂતર આવી પહોંચ્યા. શ્રોતાઓમાં એક અનોખું કુતુહલ અને આનંદ છવાઈ ગયો. જાણે પ્રકળતિ પોતે આ દિવ્ય પ્રસંગની સાક્ષી બનવા આવી હોય.
અને માત્ર એટલું જ નહીં. કથા પૂર્ણ થતાં જ્યારે આરતીનો પવિત્ર ક્ષણ આવ્યો, ત્યારે ફરી એ જ બે કબૂતર દર્શન આપવા આવ્યા. આ દૃશ્ય માત્ર એક સંયોગ નથી લાગતો. ઘણા ભક્તોના મનમાં એવો ભાવ જાગ્યો કે જાણે ભગવાન શિવના દૂત રૂપે આ કબૂતરો આવી રહ્યા હોય, કથાની પવિત્રતાને સ્વીકારતા અને આશીર્વાદ વરસાવતા હોય.
આવો પ્રસંગ એ બતાવે છે કે જ્યાં ભક્તિ હોય, શ્રદ્ધા હોય અને સાચો ભાવ હોય ત્યાં પ્રકળતિ પણ સહભાગી બની જાય છે. આ ઘટના કથાના પ્રથમ દિવસે જ એક દિવ્ય સંકેત બની ગઈ કે આ શિવકથા માત્ર કાર્યક્રમ નથી, પણ એક આધ્યાત્મિક અનુભવ છે

(3:29 PM IST)










