News of Wednesday, 22nd April 2026
શનિવારથી જીવનનગરમાં શિવ મહાપુરાણ
રાજકોટ જીવનનગર શિવશક્તિ ધૂન મંડળના ઉપક્રમે : દરદોજ બપોરે ૩ થી સાંજના છ કલાક સુધી શ્રવણ કથા : શાષાી ભાનુશંકરભાઇ મહેતા કથાનું રસપાન કરાવશેઃ વિવિધ પ્રસંગો ઉજવાશે

રાજકોટઃ જીવનનગર વિકાસ સમિતિના સોૈજન્યથી જીવનનગર શિવશકિત ધૂન મંડળ, કનૈયા ચોક, ગોપી મંડળના ઉપક્રમે જીવનનગર ચોકમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વ્યાસપીઠે શાષાી ભાનુશંકરભાઇ મહેતા સંગીત સાથે કથાનું રસપાન કરાવશે. એપ્રિલ ૨૫ થી મે ૧ સુધી દરરોજ બપોરે ૩ કલાકથી કથાનું રસપાન સાથે ધાર્મિક પ્રસંગોની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવશે.
પોથીયાત્રા તા.૨૫ મી બપોરે સાડા ત્રણ કલાકે, ઉપરાંત દેહશુધ્ધિ, શિવ પૂજા, પિતૃ પૂજા, તા.૨૬મી એ શિવલીંગ પ્રાગ્ટય, તા.૨૭મી એ ઉમા પ્રાગ્ટય, તા.૨૮મી એ શિવવિવાહ, તા.૨૯ મી એ ગણેશ ઉત્પત્તિ, તા.૩૦મી એ બાર જ્યોર્તિલીંગ, કથા વિરામ તા.૧ મે ના રોજ સાંજે ૭ કલાકે કરવામાં આવશે.
શિવશક્તિ ધૂન મંડળ રેખાબેન વાઢેર, પ્રફુલ્લાબેન બોરીચા, કુસુમબેન ચોૈહાણ, ભદ્રાબેન ગોહેલ, જયશ્રીબેન મોડેસરા, પ્રવિણાબેન ગોંડલીયા, સ્મિતાબેન કાચા, દક્ષાબેન પાઠકના યજમાન પદે રહેશે. મહાદેવધામ મંદિરના સુનિતાબેન વ્યાસ, હર્ષાબેન પંડયા વકીલ, ભારતીબેન ગંગદેવ, શોભનાબેન ભાણવડીયા, અલ્કાબેન પંડયા,ભક્તિબેન ખખ્ખર, આશાબેન મજેઠીયા, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન રાવલ, પૂજાબેન વાઢેર, વીણાબેન ચોૈહાણ, મીતલબેન પાઠક, સોનલબેન મોડેસરા, આરતીબેન વાઢેર, ખ્યાતિબેન ચોૈહાણ, યોગીતાબેન ગોહેલ,ચેતનાબેન મોડેસરા, હિનાબેન પંડયા સહિત જહેમત ઉઠાવી રહ્યા છે. મહાઆરતીમાં સાંસદ પુરૂષોત્તમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, ભાનુબેન બાબરીયા, વોર્ડના પ્રમુખ જયેશભાઇ ચોવટીયા, શહેર ભા.જ.પ.ના ઉપપ્રમુખ મેહુલ નથવાણી સહિતનાને શાષાી ભાનુશંકરભાઇ મહેતા પૂજાવિધિ કરાવશે.
(3:49 PM IST)










