<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

શ્રી જીરાવલા પાર્શ્વનાથજી જિનાલય તૃતિય સાલગીરા ઉજવાઇઃ ચોથી ધજાના આદેશો અપાયા

અઢાર અભિષેક,સ્‍નાત્ર પૂજા, સતરભેદી પૂજા નવકારશીનું આયોજન સપન્‍નઃઆવતા વર્ષની ધજાની બોલી બોલવામાં આવી

રાજકોટઃ શ્રી જીરાવલા પાર્શ્વનાથજી જિનાલય તળતિય સાલગીરાના સુવર્ણ અવસરપ્રમહોત્‍સવ પ્રસંગે દિક્ષાદાનેશ્વરી પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણરત્‍નસૂરીશ્વરજી મ.સા.ના શિષ્‍ય રત્‍નો પ.પૂ. પન્‍યાસ પ્રવર શ્રી ગીતાર્થરરત્‍ન વિજયજી મ.સા., પ.પૂ. પન્‍યાસ પ્રવર શ્રી હિતાર્થરત્‍ન વિજયજી મ.સા. આદી ની નીશ્રામાં શ્રી જીરાવલા સંઘે સાલગીરી મહોત્‍સવ ખુબ જ ધામધૂમથી મનાવેલ.

જે અંતર્ગત  ના સ્‍નાત્ર પૂજા શ્રી જીરાવલા પાર્શ્વનાથજી મહિલા મંડળ દ્વારા સવારે ૧૦ કલાકે ભણાવવામાં આવેલ..  રાત્રે ૮:૩૦ કલાકે ભક્‍તિ ભાવનાનું આયોજન કરેલ જેમાં સંગીતકાર  અપૂર્વભાઈ કામદાર, ભાવનગર ના કંઠે ભકિત કરાવામાં આવેલ. આ દરમિયાન આવતા વર્ષના ધજાના આદેશો માટે બોલી બોલવામાં આવેલ.

તા.૧૦ જયારે શુક્રવાર ના સવારે ૬ કલાકે ધજાના સામૈયા -મહારાજ સાહેબના સામૈયા વરઘોડો શ્રી રાજપેલેસ ચોકથી શરૂ થઇ જિનાલય પધારેલ. સવારે ૬:૩૦ કલાકે શ્રી સતરભેદી પૂજા જીરાવલા પાર્શ્વનાથજી મહિલા મંડળ દ્વારા જિનાલયમાં ભણાવવામાં આવેલ. જેમાં ૯મી ધજા પૂજા ભણાવી સવારે જિનાલયની ધજાઓ ચડાવવામાં આવેલ.

ધજાના લાભાર્થી રીનાબેન દિલીપભાઇ દેસાઇ,  ધર્મિષાબેન ભાવિનભાઇ મહેતા (ભાણવડવાળા), સંભવનાથજી સ્‍વામી ધજા ના લાભાર્થી વર્ષાબેન વિજયભાઇ દેસાઇ,ભાવનાબેન ભરતભાઇ ટોળીયા,  સીમંધર સ્‍વામીજી ધજા ના લાભાર્થી   રોનકભાઈ રજનીભાઈ મોદી,  ભાવિકભાઈ ચંદ્રકાંતભાઈ મહેતા,  સિદ્ધાર્થભાઈ હરેશભાઈ મહેતા,  મણીભદ્રવીરજી ધજા ના લાભાર્શ્રી   કોમલબેન પરેશભાઈ શાહ,   પદ્માવતી માતાજી ધજા ના લાભાર્થી રોનકભાઈ રજનીભાઈ મોદી,ભાવિકભાઈ ચંદ્રકાંતભાઈ મહેતા હતા.ત્‍યારબાદ નવકારશી નું  આયોજન કરાયું હતું જેનો લાભ  પૂજાબેન ધર્મેશભાઈ કોઠારી પરિવારે લીધો હતો.

આમ સમગ્ર સાલગીરી પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવાયો .જેની ટ્રસ્‍ટીગણ પ્રકાશભાઈ શાહ (મો. ૯૮૨૫૩ ૬૦૧૦૬), વિરેન્‍દ્રભાઈ મહેતા, દિલેશભાઈ શાહ, ભાવીનભાઈ મહેતા,હરીશભાઈ શેઠ, જયેન્‍દ્રભાઈ શાહ, જિનેશભાઈ શાહ, નરેન્‍દ્રભાઈ શાહ, નિલેશભાઈ મહેતા, પરેશભાઈ શાહ, સિદ્ધાર્થભાઈ મહેતા, અનિલભાઈ મહેતા, સમીરભાઈ કાપડિયા, જીરાવલા યુવા ટીમ, જીરાવલા મહિલા મંડળ,તાાત્ર મંડળ, સામાયિક મંડળ, પુત્રવધુ મંડળ, પાઠશાળા મંડળ નો સહયોગ પ્રાપ્ત થયેલ

(3:05 PM IST)