<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

શ્રી લેડીઝ ક્‍લબ દ્વારા પ્રથમવાર સૌરાષ્‍ટ્ર કૂકિંગ ક્‍વીન કોમ્‍પિટિશનનું આયોજન

રાજકોટઃ  મહિલાઓ અને બાળકોની પ્રતિભાને પ્રોત્‍સાહન આપવા માટે શ્રી લેડીઝ ક્‍લબ દ્વારા એક આગવું આયોજન કરવામાં આવ્‍યું છે. આગામી ૨ મેના રોજ લીમડા ચોક સ્‍થિત હોટલ કે-રોઝ ખાતે આ રસપ્રદ સ્‍પર્ધાઓ યોજાશે.

આ કાર્યક્રમના હોસ્‍ટ તરીકે માધવી જોગિયા અને આયોજક તરીકે પરિતા ગણાત્રા જવાબદારી સંભાળશે.

કાર્યક્રમ બપોરે ૩ થી સાંજે ૬:૩૦ વાગ્‍યા સુધી ચાલશે. આ સ્‍પર્ધામાં પ્રોફેશનલ શેફ દ્વારા જજમેન્‍ટ આપવામાં આવશે, જેમાં ડિશની બનાવટ, ડેકોરેશન, ટેસ્‍ટ, પ્રેઝન્‍ટેશન અને ઈનોવેશનને મહત્‍વ આપવામાં આવશે.

કૂકિંગ સ્‍પર્ધા કે જેમાં મેંગો મેજિક અને ચટાકેદાર ચાટ એમ બે કેટેગરી છે. સ્‍પર્ધકોએ માત્ર વેજ ડિશ ઘરેથી બનાવીને લાવવાની રહેશે. સ્‍પર્ધાના અંતે ટોપ ૫ વિજેતાઓને સ્‍થળ પર આપેલી સામગ્રીમાંથી લાઈવ કૂકિંગ કરાવવામાં આવશે. ફીઃ રૂા.૧૫૦ રાખેલ છે.

વેફર આર્ટ સ્‍પર્ધા (બાળકો માટે)આ સ્‍પર્ધામાં વેફર્સ સ્‍થળ પર આપવામાં આવશે, જ્‍યારે ડ્રેસિંગ અને ડેકોરેશનની સામગ્રી બાળકોએ સાથે લાવવાની રહેશે. (ફીઃ રૂા.૧૫૦ રાખેલ છે.

ધ ગ્રેટ જલપુરી ઈટિંગ કોમ્‍પિટિશનઃ પાણીપુરી અને હાઉસિંગ ટિકિટ સાથેની આ મનોરંજક સ્‍પર્ધામાં ભાગ લેવા માટે રૂા.૧૦૦ની ફી રાખવામાં આવી છે.

તમામ સ્‍પર્ધાઓમાં વિજેતાઓને ટ્રોફી, મેડલ અને ગિફ્‌ટ આપીને સન્‍માનિત કરવામાં આવશે. આ ઉપરાંત, વિજેતાઓને વિકાસ તરફથી એક્‍સક્‍લુઝિવ કૂકવેર પણ આપવામાં આવશે.

કાર્યક્રમમાં ભાગ લેવા રજીસ્‍ટ્રેશન માટે આયોજક પરિતા ગણાત્રાનો મો.૭૮૭૮૨ ૧૨૧૭૮નો સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:47 PM IST)