હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શ્રી પંચનાથ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહાપર્વની ભકિતભાવ સાથે દિવ્ય ઉજવણી
ફી વગર ૩ થી ૧૨ વર્ષની ૪૫૦ બાળાઓ રાસની રમઝટ બોલાવે છે ૧૧૦ વર્ષ જુની પ્રાચીન ગરબી પંચનાથ મંદિર ચોકમાં યોજાઇ છે

રાજકોટઃ માતાજીની આરાધના કરવાનું મહાપર્વ આસો નવરાત્રી... આસો નવરાત્રીમાં સમી સાંજ પડતા દરેક ચોક ચાચર ચોક બનીને દુહા છંદ, પ્રાચીન ગરબા સાથે માતાજીને વિનવે છે તે મામ્ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો... શ્રી પંચનાથ ગરબીની સ્થાપના સને ૧૯૧૬માં વડીલો દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ વિસ્તારના કાર્યકરો દ્વારા ઉત્તરોતર જુની પ્રણાલીથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબી પ્રાચીન પ્રણાલી અનુસાર કરવામાં આવે છે. જેમાં ગરબી મંદિરના ચોકમાં સ્થાપન કર્યા બાદ દરેક કાર્યકરોએ ફરજીયાત પિતાંબર પહેરી ચોકમાં જવાનું રહે છે. આ ગરબીની ખાસ બાબત એ છે કે અહીં ૩ વર્ષથી લઇ ૧૨ વર્ષ સુધીના અંદાજીત ૪૫૦ બાળાઓ કોઇપણ ફી કે ફાળા વગર આવી રમી શકે છે. તેમ જ દાતાશ્રીઓ તરફથી ૩ થી ૪ લ્હાણી બાળાઓને આપી પ્રોત્સાહીત કરવામાં આવે છે.
આઠમા નોરતા પર બાળાઓના રાસ બાદ ભાઇઓ તરફથી પિતાંબર ધારણ કરી ઇશ્વર વિવાહ યોજવામાં આવે છે. જેમાં દરેક ભાઇઓ માતાની ભકિતના ગીત માઇક વગર ગાઇને વાતાવરણ ભકિતમય બનાવે છે. જે ભારે આકર્ષણનું કેન્દ્ર બને છે. જે અંદાજીત ૪ થી ૫ કલાક ચાલે છે તેમ જ પૂનમના દિવસે ગરબી પૂર્ણ થયા બાદ ગરબી મંડળ તરફથી બધી જ બાળાઓને યથાશકિત લ્હાણી આપવામાં આવે છે. આ ગરબી માટે વિસ્તારના કાર્યકરો શ્રી કમલેશ બુંદેલા, અશોકભાઇ પરમાર, હિતેષભાઇ પરમાર, રક્ષીત પીઠડીયા, કૌશીક ચૌહાણ, શકિત ચૌહાણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે. જયારે ગરબીમાં જરૂરી માર્ગદર્શન ધારાશાસ્ ત્રી શ્રી અનીલભાઇ દેસાઇ, વસંતભાઇ જસાણી, શ્રી વલ્લભદાસ કારીયા તથા શ્રી સંજયભાઇ ગોસાઇ દ્વારા આપ વામાં આવે છે










