<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

ત્રંબાના મોહનધામ આશ્રમે સોમવારથી શ્રી રામ પારાયણ

શાષાી હિરેનભાઇ જોષી કથાનું રસપાન કરાવશેઃ વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશેઃ મહાપ્રસાદ : દરરોજ રાત્રીના ધુન ભજન સહિત ધાર્મિક કાર્યક્રમો

રાજકોટઃ શહેરની ભાગોળે આવેલ ત્રંબા ગામના મોહનધામ આશ્રમ ખાતે તા. ર૩ સોમવારથી તા.૧ ડિસેમ્‍બર મંગળવાર સુધી ભવ્‍ય અને દિવ્‍ય રામકથાનું આયોજન કરવામાં આવેલ છે. રૂપાવટીના સંત શ્રી શામળાબાપા આશ્રમના હાલના ગાદીપતિ સંત શ્રી મોહનદાસ બાપાના સાનિધ્‍યમાં આ કથા યોજાશે તેમ જણાવાયું છે.

આ રામકથામાં સંત શ્રી બજરંગદાસ બાપાના જીવનના પ્રસંગોને આવરી લેવામાં આવનાર છે પર પૂજય સંત શ્રી બજરંગદાસબાપા જીવનકવન પર વ્‍યાસપીઠ  પરથી ગારીયાધારના શાષાીજી શ્રી હિરેનભાઇ જોશી દ્વારા રામચરિતમાનસ કથાનું રસપાન કરાવશે.

તા.ર૩ ના સોમવારે સવારે ૯ વાગ્‍યે પોથીયાત્રા નીકળશે કથાનો સમય સવારના ૯ થી ૧ર અને બપોરે ૩ થી ૬ રહેશે. કથાના નવ દિવસ દરમિયાન રાજકોટ થી  ત્રંબા આવતી દરેક સીટી બસ આશ્રમ સુધી જશે, તેમ જણાવાયું છે.

કથામાં ભાવિકો માટે બન્ને સમય મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ છે.

કથામાં આવતા દરેક પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં અવાશે. કથામાં દરમ્‍યાન રોજ રાત્રે ૯ થી ૧ર ધૂન અને ભજનના કાર્યક્રમો છે. જેમાં મુખ્‍યત્‍વે ત્રંબા અને અણીયારા ગામનું ધૂન મંડળ, જાણીતા ભજનિક નિરંજન પંડયા, જનક વેગડ, વિશાલ વરૂ, કિરણબેન પ્રજાપતિ, તથા કિષ્‍નાબા અને પ્રભાબેનનું મહિલા મંડળ તથા માયાભાઇ આહીરના કાર્યક્રમો યોજાનાર છે.

ધર્મપ્રેમી જનતાને કથા તેમજ દરેક કાર્યક્રમોનો લાભ લેવા નિમંત્રણ અપાયું છે. (મો. ૯૪૨૬૭ ૮૩૫૪૫)

તસ્‍વીરમાં ભાવેશભાઇ માધાણી, દિપકભાઇ તલાટી, વિજયભાઇ ગોરસીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:19 PM IST)