તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટથી સિદસર સુધી પદયાત્રાનું પ્રસ્થાન
શ્રી ઉમિયા માતાજી સિદસર પ્રાગટયના ૧૨૭ વર્ષની પૂર્ણાહુતી પ્રસંગે સિદસરમાં ૧૧ કુંડી મહાયજ્ઞ : ૧ હજાર પદયાત્રીકોનો સંઘ રાજકોટથી રવાનાઃ શાપરમાં પદયાત્રીકોનું સ્વાગતઃ ભાવીકોનો પ્રવાહ ઉમટશે

રાજકોટઃ કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજી ના પ્રાગટયના ૧૨૭ વર્ષની પૂર્ણાહુતી પ્રસંગે શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટથી સિદસર સુધી પદયાત્રાનું આયોજન કરાયું છે. રાજકોટથી સિદસર સુધી પદયાત્રાનું આજે વહેલી સવારે સંસ્થાની ઓફિસ રાજકોટથી પ્રસ્થાન થયું જેમાં ૧ હજાર જેટલા પદયાત્રિકો જોડાયા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.
શ્રી ઉમિયા માતાજી સિદસરના પ્રાગટય દિન નિમિતે યોજાનારા ૧૧ કુંડી મહાયજ્ઞમાં ભાગ લેવા તથા રાજકોટ થી સિદસર સુધી શ્રી ઉમિયા માતાજીના રથ સાથેની પદયાત્રા પ્રસ્થાન માં ઉમિયાધામ સિદસરના ટ્રસ્ટી હર્ષિતભાઇ કાવર, ઉમિયા પરિવાર સંગઠન સમિતિના ફુલભાઈ કાથરોટીયા, દિનેશભાઇ ચાપાણી, પૂર્વ કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયા, મહિલા અગ્રણીઓ જયોતિબેન ટીલવા, ભાવનાબેન રાજપરા, રેખાબબેન ત્રાંબડીયા તથા આનંદભાઈ અમળતિયા સહીતના ઉપસ્થિત રહયા હતા.
રાજકોટથી પદયાત્રિકોનો સંઘ પી.ડી. માલવીયા કોલેજ, ગોંડલ રોડ થઇ વેરાવળ (શાપર) પહોંચતા પદયાત્રીકોનું સ્વાગત થયું હતું. શાપર વેરાવળ ખાતે પદયાત્રીકો ચા-નાસ્તા કરી રીબડા, થઇ દાળેશ્વર મહાદેવના મંદીરે બપોરની પ્રસાદી લઇ વિરામ કરશે. બપોરે ૨:૩૦ કલાકે ત્યાથી પ્રસ્થાન કરી વાળધરી કોલીથડ, ગરનાળા મુકામે રાત્રીની પ્રસાદી તેમજ રાત્રી રોકાણ કરશે. તા.૨૪ ને ગુરૂવારે ગરનાળા મુકામથી પ્રસ્થાન કરી ત્રાકુડા ખોડીયાર મંદિર ખાતે ચા -નાસ્તો કરી ઉમરાળી ધોળીધાર થઇ જામ કંડોરણા તીરૂપતી જીનીંગ મીલ ખાતે બપોરની પ્રસાદી લેશે. બપોર બાદ ૨:૩૦ કલાકે તીરૂપતી જીનીંગ મીલથી પ્રસ્થાન કરી જશાપર નાગબાઇની ધાર થઇ ખજુરડા, જામટીંબડી મુકામે રાત્રી પ્રસાદ રાત્રી રોકાણ કરશે. તા. ૨૫ ને શુક્રવારના રોજ સવારે પ કલાકે જામટીંબડી મુકામે ચા લઇ પ્રસ્થાન કરી સાજડીયાળી મુકામે ચા-નાસ્તો લઇ અરણી થઇને ભાયાવદર મુકામે બપોરની પ્રસાદી લઇ આરામ કરાશે. બપોરના ૧૨ કલાકે પ્રસ્થાન કરી ખારચીયા, મોટી પાનેલી થઇને સિદસર મુકામે પહોચશે. જયા શ્રી ઉમીયા માતાજી મંદિરે સાંજની આરતીનો લાભ લઇને રાત્રી પ્રસાદી તેમજ રાત્રી રોકાણ કરાશે.
આ પદયાત્રાને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ મણવર, ઉપપ્રમુખ અતુલભાઈ ભુત, મંત્રી ધર્મેન્દ્રભાઇ ઉકાણી, સહ મંત્રી જેન્તીભાઈ ભાલોડીયા, ખજાનચી ભુપતભાઈ જીવાણી, ટ્રસ્ટી રાજુભાઇ ત્રાંબડીયા, કારોબારી પ્રમુખ પ્રફુલભાઇ દેત્રોજા, ઉપપ્રમુખ અશ્વિનભાઇ બરોચીયા સહીતના જહેમત ઉઠાવી રહયા છે.
(3:42 PM IST)










