હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બેડી નાકા ટાવર ખડકીનાકા ચોક ખાતે કાલથી શ્રીમદ્દ ગૌ ભાગવત કથાનો પ્રારંભ
શ્રી મુદ્રીકા સંજય મુખ્યાજી ભાવવાહી શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે

રાજકોટ તા. ૨૦ : પુરૂષોતમ માસ નિમિતે શ્રી ગિરિરાજ બાવા પ્રભુના સાનિધ્યમાં સર્વપિતૃ પ્રસન્નાર્થે અને ગૌસેવાર્થે કાલે તા.૨૧ થી તા. ૨૭ સુધી શ્રીમદ્દ ગૌ ભાગવત કથાનું રાજકોટ ખાતે આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે બેડીનાકા ટાવર અંદર, ખડકી નાકા ચોક, ‘શ્રીમદ્દ ગોકુલ' ખાતે આયોજીત આ કથાના વ્યાસાસને શ્રી મુદ્રીકા સંજયભાઇ મુખ્યાજી બીરાજી દરરોજ સાંજે ૪ થી ૭ સુધી કથાનું રસપાન કરાવશે.
કથા દરમિયાન વિવિધ મનોરથોની ઉજવણી કરાશે. જેમાં કાલે કથાના પ્રારંભે ફુલ મંડલી મનોરથ ઉજવાશે. જયારે પૂર્ણાહુતી સમયે તા. ૨૭ના હાંડા મનોરથ રાખેલ છે.
આ કથામાં કોઇપણ લોકો પોતાના પિતૃનો ફોટો પધરાવી કથામૃતનો લાભ લઇ શકે તેવી વ્યવસ્થા છે.
સમગ્ર ગૌ કથાનું યુ-ટયુબ ચેનલ ઉપર લાઇવ પ્રસારણ કરાશે. વધુને વધુ લોકોએ કથા શ્રવણનો લાભ લેવા શ્રી સંજયભાઇ મુખ્યાજી (મો.૮૭૮૦૯ ૪૮૧૨૧) દ્વારા અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંજયભાઇ મુખ્યાજી, મુદ્રીકાબેન સંજયભાઇ મુખ્યાજી, ભરતભાઇ બલદેવ, પુનમબેન બલદેવ, ભાવનાબેન પાટડીયા, વૃજેશભાઇ પાટડીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)










