<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

મારા ઘટમાં બીરાજતા શ્રીનાથજી-યમુનાજી-મહાપ્રભુજી....રઘુવંશી પરીવાર રસોત્‍સવમાં યુવાધન ઘેલું બન્‍યું

ઠાકોરજીના અલગ-અલગ ગીતો તથા અવનવા ટ્રેડીંગ ગરબા સહીત અનેક નવી સ્‍ટાઇલમાં ગાયક કલાકાર અજય ગઢવી, અંજુ મકવાણા, વિજય બારોટ, કાજલ કાથરેચાએ ખેલૈયાઓને દિલ ખોલી ગરબે રમવા મજબુર કર્યા

રાજકોટઃ રઘુવંશી સમાજના ખેલૈયાઓ ૧૫૦ ફુટ રીંગ રોડ શિતલ પાર્ક પાસે ધ વન વર્લ્‍ડ સામે આવેલ રામભાઈ મોકરીયાના વિશાળ ગ્રાઉન્‍ડમાં પાંચમાં નોરતે રઘુવંશી સમાજના ખેલૈયાઓમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. ખેલૈયાઓ પરીવારીક માહોલમાં સંગીતાના શૂરથી તાલીઓના તાલ સાથે ગરબે રમતા જોવા મળયા હતા.

અકિલા રઘુવંશી પરીવાર રાસોત્‍સવમાં ખલૈયાઓ અલગ-અલગ ગ્રુપ દ્વારા અવનવા ડ્રેસકોડ સાથે સુર અને તાલ સંગ રાસ રમતા ગ્રાઉન્‍ડ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યુ હતું એક થી એક ચઢીયાતા પ્રાચીન અર્વાચીન ગરબા અને ગીતો તેમજ ખ્‍યાતનામ એવા શુભઈવેન્‍ટસના આશિષ કોટક તથા કવિતા કોટકનું ઓર્કેસ્‍ટ્રા તથા અદ્યતન સાઉન્‍ડ સીસ્‍ટમ ગણેશ સાઉન્‍ડ હાઈ-ટેક સાઉન્‍ડ સીસ્‍ટમથી ખેલૈયાઓ આફરીન થયા હતા.

ખેલૈયાઓ કલાકારો અને આમંત્રિત મહેમાનો સાથે ખેલૈયાઓ છલડો-ડાકલા-ભકિત-વંદે માતરમની છલકાતી પ્રાચીન અર્વાચીન ગરબા ગીત અને માતાજીના ડાક ડમરુંની ધુન પર મન મુકીને ખેલ્‍યા હતા. હાઇ-ટેક સાઉન્‍ડ સીસ્‍ટમના સથવારે ખેલૈયાઓ દિલ ખોલીને નવા નવા સ્‍ટેપ પર ફી સ્‍ટાઇલ ગરબા રમ્‍યા હતા.

આ પ્રસંગે ડીસીપી હેતલ પટેલ,કાશ્‍મીરાબેન નથવાણી, બકુલભાઈ નથવાણી, શૈલેષભાઈ પાબારી, હરીશભાઈ લાખાણી, રમેશભાઈ ઠકકર, ગોપાલભાઈ અનડકટ, કેયુરભાઈ રૂપારેલ, નિતીનભાઈ રાયચુરા, સુનિલભાઈ ઠકકર, શૈલેષભાઈ ગણાત્રા, અજયભાઈ વડેરા, પ્રિયાંકભાઈ તન્ના, લાલભાઈ શેઠજી, મિતુલભાઈ લાલ, કમલેશભાઈ ઠકકર, મયુરભાઈ બુધ્‍ધદેવ, વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

અકિલા રઘુવંશી પરીવાર રસોત્‍સવના પાંચમાં નોરતે પ્રિન્‍સ ફર્સ્‍ટ દીપ રાજા, સેકેન્‍ડ પ્રિન્‍સ ધવલ ભુપતા, થર્ડ પ્રિન્‍સ શિવાંગ રૂપારેલીયા, તથા ફર્સ્‍ટ પ્રિન્‍સેસ પુજા ઓંધીયા, સેકેન્‍ડ પ્રિન્‍સેસ વિદીશા કકકડ, થર્ડ પ્રિન્‍સેસ પ્રિયંકા કાચ્‍છેલા, વિજેતા જાહેર કરેલ તથા કિડસમાં ફર્સ્‍ટ પ્રિન્‍સ પૂર્વા નથવાણી, સેકેન્‍ડ પ્રિન્‍સ દેવાંશ લાખાણી, થર્ડ પ્રિન્‍સ વત્‍સ માગેચા, તથા કિડસમાં ફર્સ્‍ટ પ્રિન્‍સેસ માહી વસંત, સેકેન્‍ડ પ્રિન્‍સેસ પ્રેસા રૂપારેલીયા, થર્ડ પ્રિન્‍સેસ હેતવી કોટેચા, વિજેતા જાહેર કરેલ તેમજ વેલડ્રેસમાં હેત પોબારૂ, જેનીશ કાનાબાર, આરધ્‍યા પોપટ, માહી નથવાણી, કંથી ચોલેરા, શીતલ રાજા, શ્રેયા મશરૂ, ને વિજેતા જાહેર કરી ઇનામો વિતરણ કરેલ હતા.

સમ્રગ આયોજનને સફળ બનાવવા આયોજકની ટીમ પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, તથા સમ્રગ ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. પાસ તેમજ વિશેષ માહિત માટે મો. ૯૮૨૪૪ ૦૦૩૦ ઉપર સંર્પક કરવા યાદીમાં જણાવ્‍યું છે.

(2:32 PM IST)