તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
રક્ષાબંધનના તહેવારમાં કરેલુ ‘પાપ' નડયુઃ ચોરાઉ બાઇક સાથે રીઢો તસ્કર ઝડપાયો
રાજકોટ અને મોરબીમાં ચોરીના ૧૫ ગુનામાં સંડોવાયેલા ગંજીવાડાના હનીફશા શાહમદારને ભકિતનગર પોલીસે પકડયો

રાજકોટ તા.૨૪: રાજકોટ અને મોરબીમાં વાહનચોરી સહિત ૧૫ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા રીઢા તસ્કરને ભકિતનગર પોલીસે ચોરાઉ બાઇક સાથે પકડી લઇ પૂછતાછ શરૂ કરી છે. પૂછતાછમાં રક્ષાબંધનના દિવસે બાઇક કેવડાવાડી વિસ્તારમાંથી ચોરી કર્યાની કેફીયત આપતા વધુ તપાસ હાથ ધરાઇ છે.
ભકિતનગર પોલીસના ઇન્ચાર્જ પીઆઇ એસ.પી. સોઢાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના પીએસઆઇ એસ.એચ. ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ મયુરદાન બાટી, કોન્સ.રવીભાઇ રત્નુ, યોગીરાજસિંહ જાડેજા અને પ્રકાશભાઇ મકવાણાને બાતમી મળી હતી કે અગાઉ ચોરીમાં પકડાયેલો રીઢો તસ્કર હનીફશા ઇબ્રાહીમશા શાહમદાર (ઉ.વ.૩૯ રહે.ગંજીવાડા શેરી નં.૨૦) જંગલેશ્વર મેઇન રોડ પર બાપુનગર સ્મશાનની સામે ચોરાઉ બાઇક લઇને ઉભો છે જેના આધારે ભકિતનગર પોલીસની ટીમે ત્યાંથી તેને પકડી લઇ ચોરાઉ બાઇક કબ્જે કરી પૂછતાછ કરતા આરોપી હનીફ સામે બાઇક રક્ષાબંધનના દિવસે કેવડાવાડી મેઇન રોડ પરથી ચોરી કર્યાની કેફીયત આપી હતી. જે મામલે ભકિતનગર પોલીસ મથકમાં બાઇક ચોરી અંગે ફરીયાદ નોંધાઇ હતી. હાલ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીની વધુ પુછતાછ શરૂ કરી છે. આરોપી હનીફશા અગાઉ પણ ૨૦૧૭થી લઇ ૨૦૨૫ સુધીમાં રાજકોટના અડધો ડઝન જેટલા પોલીસ મથકમાં અને મોરબી શહેર, મોરબી એ-ડીવીઝન અને વાંકાનેર સીટી પોલીસ મથક મળી બાઇક ચોરી સહિત ૧૫ ગુનામાં સંડોવાઇ ચુકયાનું પોલીસે જણાવ્યુ છે.
આ કામગીરી ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.પી. સોઢા તથા સર્વેલન્સ સ્કોડના પો.સબ. ઇન્સ એસ.એચ. ગોહિલ, એએસઆઇ કુલદીપસિંહ ચુડાસમા, પો.હેડકોન્સ. મયુરદાન બાટી, હરવિજયસિંહ ગોહિલ, કેતનભાઇ બોરીચા, રમેશભાઇ માલકીયા, પો.કોન્સ. પ્રભાતભાઇ મૈયડ, પ્રકાશભાઇ મકવાણા, રવીભાઇ રત્નું, યુવરાજસિંહ જાદવ, યોગીરાજસિંહ જાડેજા તથા નરસંગભાઇ ગઢવી સહિતની ટીમે કરી હતી.
(3:58 PM IST)










