તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
બિલ્વ વૃક્ષ નીચે બેસી પંચાક્ષર મંત્રનો જાપ એ સાક્ષાત શિવાલયમાં પૂજા સમાન : પૂ.ગિરિબાપુ
આજનો માણસ અનિંદ્રાથી પીડાય છે. સવારે સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએઃ યોગ, પ્રાણાયામ અને ઓમ ધ્વનિથી માનસિક આરોગ્ય જળવાયઃ સવારે ઊઠીને સરસ્વતીજીનું સ્મરણ કરવાથી વાણીમાં મધુરતા આવે : રાજકોટના મવડીમા ગૌધામ શિવકથાના સાતમા દિવસે પૂ. ગિરિબાપુએ જીવનશૈલી, આરોગ્ય, પર્યાવરણ અને ભક્તિભાવ અંગે આપ્યો બોધ : ૯૫૦ સ્વયંસેવકોનું સન્માન

રાજકોટ, તા.,૩૦ : રાજકોટના મવડી વિસ્તારના અમળતવાટિકા ગ્રાઉન્ડ ખાતે જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગૌધામ શિવકથાના સાતમા દિવસે સુપ્રસિદ્ધ શિવ કથાકાર પૂ. ગિરિબાપુએ ભક્તોને જીવનશૈલી, આરોગ્ય, ધર્મ અને પર્યાવરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ સેવા વિના કથાનું આયોજન શકય ન બનત : ૯૫૦ સ્વયંસેવકોની સેવાને બિરદાવી
ગૌધામ શિવ કથાના પ્રારંભે પૂ.ગિરિબાપુએ ૯૫૦ જેટલા સ્વયંસેવકો સાથે સંવાદ કરી તેમનો આભાર માન્યો. દિવસ-રાત ખડે પગે સેવા આપતા સ્વયંસેવકોની નિષ્ઠા અને સમર્પણને બિરદાવતા કહ્યું કે આ સેવા વિના કથાનું આયોજન શકય ન બનત.
પૂ.ગિરિબાપુએ જણાવ્યું કે ‘હર હર મહાદેવ' બોલતી વખતે ભક્તો બંને હાથ ઊંચા કરે છે, જે ભગવાનને સંપૂર્ણ સમર્પણનું પ્રતીક છે. અન્ય કોઈ દેવતાનું નામ લેતા ભક્તો બંને હાથ ઊંચા નથી કરતા. આ મહાદેવ પ્રત્યેની અનન્ય સમર્પણ ભાવના દર્શાવે છે.
સુપ્રસિદ્ધ શિવ કથાકાર પૂ.ગિરિબાપુએ કહ્યું કે, આજનો માણસ અનિંદ્રાથી પીડાય છે. સવારે ૭થી ૮ વાગ્યે સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ.યોગ, પ્રાણાયામ અને ઓમ ધ્વનિથી માનસિક આરોગ્ય જળવાય છે.સવારે ઊઠીને સરસ્વતીજીનું સ્મરણ કરવાથી વાણીમાં મધુરતા આવે છે.
પળથ્વીને પ્રણામ કરવા જોઈએ ઉભા ઉભા ભોજન ન કરવું અને ડાઇનિંગ ટેબલ ટાળવું. ભોજન બાદ ભગવાનનો આભાર માનવો.માતા અન્નપૂર્ણાને યાદ કરી પ્રેમપૂર્વક ભોજન પીરસવું એ પણ પુણ્ય છે. એલ્યુમિનિયમના વાસણોમાં ભોજન કરવાથી કેન્સરનો ભય રહે છે, માટે તેનો ઉપયોગ ટાળવો.શિવ કથાકાર પૂ.ગિરિબાપુએ જણાવ્યું કે માટીના બનાવેલા શિવલિંગને પાર્થેશ્વર કહેવાય છે. હજાર પાર્થેશ્વર શિવલિંગ બનાવી પૂજા કરવાથી અકાળ મળત્યુ ટળે છે. પરભુ શ્રીરામ, શ્રીકળષ્ણ અને દશરથ રાજાએ પણ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી હતી.સ્ત્રીઓએ દસી શિવરાત્રીએ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી જોઈએ. બિલ્વ વળક્ષ નીચે બેસી પંચાક્ષર મંત્રનો જાપ એ સાક્ષાત શિવાલયમાં પૂજા સમાન છે.
પૂ. ગીરીબાપુએ કહ્યું કે તેમના પિતા પૂજ્ય કાશી ગીરીબાપુની આજ્ઞાનું પાલન કરી તેઓ બિલ્વ વળક્ષની પૂજા કરે છે, જેના ફળ આજે મળી રહ્યા છે.
શિવ કથાકાર પૂ.ગિરિબાપુએ જણાવ્યું કે સગા વહાલા સ્વાર્થી, સ્મશાનેથી પાછા વળે; એથી તો વળક્ષ સારા જેના લાકડા સાથે બળે પિતળઓને તારવા હોય તો વળક્ષ વાવવા જોઈએ. પહેલા રાજાઓ સરોવર બનાવતા જેથી ખેડૂતો સમળદ્ધ થતા, પરંતુ હાલ જમીનો સિમેન્ટના જંગલ બની રહી છે. વળક્ષ આપણા જીવનનો પર્યાય છે. પૂ.ગીરીબાપુએ સદભાવના વળદ્ધાશ્રમની વળક્ષ ઉછેરની કામગીરીને બિરદાવી હતી.
મહાશિવરાત્રીના દિવસે પૂજા કરનારને આખા વર્ષમાં શિવપૂજા કર્યાનું પુણ્ય મળે છે. શિવરાત્રીના દિવસે બીજ ચંદ્રનું દર્શન એ ચંદ્રેશ્વર મહાદેવનું ચંદ્ર સ્વરૂપ છે, જેનાથી દરિદ્રતા અને નિર્ધનતા દૂર થાય છે.
પૂ.ગિરિબાપુએ સ્પષ્ટતા કરી કે બલી એટલે આપવું, ચઢાવવું કે સમર્પણ. બલી એટલે કોઈ પશુઓની હત્યા કરવી નહીં. શિવપુરાણમાં દેવતાઓનો સ્વભાવ કરુણાથી ભરેલો વર્ણવ્યો છે. સનાતન પરંપરામાં કોઈ દેવી-દેવતાઓને પશુઓની બલી ન આપવી. માંસાહારી ન બનવું, પવિત્ર ભોજન કરવું એ જ જીવન છે. પવિત્ર ભોજન કરનાર માણસ સાધુ છે. તેમણે કથામાં ઉપસ્થિત શુદ્ધ શાકાહારી લોકોને વંદન કર્યા હતા.
ગૌશાળાના ટ્રસ્ટી
મંડળનું સન્માન
ગૌધામ શિવકથાના અંતમાં પૂ.ગિરિબાપુના હસ્તે જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ-કોઠારીયાના ટ્રસ્ટી મંડળનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગોરધનભાઈ લકકડ, જયેશભાઈ સોરઠીયા, ડાયાભાઈ અકબરી, જેનિશભાઈ ડોબરીયા, રમેશભાઈ સીદપરા, ઘનશ્યામભાઈ પાંભર, મહેશભાઈ વેકરીયા, દિનેશભાઈ મેઘાણી, રસિકભાઈ મુંગરા, ભુપતભાઈ ઘીયાડ, મહેન્દ્રભાઈ વાછાણી, મનસુખભાઈ ખાત્રાણી, ઇશ્વરભાઈ સોજીત્રા, જેરામભાઈ રૈયાણી, ખોડીદાસભાઈ પાનસુરીયા, અશોકભાઈ વેકરીયા, સંજયભાઈ ખૂંટ અને કરમશીભાઈ પરસાણાનું સન્માન થયું હતું.
કાલે સાતમા દિવસે જયપુરની રામ દીવાના ટીમ દ્વારા ‘ઈશ્વર કી ભક્તિમય ઝાંખી' નળત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આજે તા.૩૦ એપ્રિલે ગુરુવારના રોજ રાત્રે રાસ-ગરબાનું આયોજન છે.
શ્રી જય બાલાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાલે રકતદાન કેમ્પ
રાજકોટઃ શ્રી જય બાલાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાલે તા. ૧ને શુક્રવારે રકતદાન કેમ્પનુ઼ આયોજન કરવામાં આવ્યું છે.
સવારે ૯ થી ૧ર અને બપોરે ૪ થી ૮ આ કેમ્પનું આયોજન કરાયું છે. વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી શિવકથાના સાનિધ્યમાં આયોજીત આ રકતદાન કેમ્પમાં રકતદાતાઓને રકતદાન કરવા અપીલ કરાઇ છે.
સફળ બનાવવા શ્રી જય બાલાજી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઇ લકકડ, ઉપપ્રમુખ સાગરભાઇ પીપળીયા, મંત્રી અમિતભાઇ કાછડીયા, ખજાનચી મયુરભાઇ ડોબરીયા સહિત સાથી મિત્રો જહેમત ઉઠાવી રહયા છે. આ અગાઉ બે વખત રકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં રકતદાતાઓ ઉમટી પડયા હતા.
કાલે બપોરે ગૌધામ શિવકથાનો વિરામ
રાજકોટઃ શિવકથાકાર પૂ. ગિરિબાપુના વ્યાસાસને આયોજીત શિવકથાનો આજે ૮ મો દિવસ છે. આજે બપોરે ૩ થી ૬ સુધી શિવકથાનું આયોજન કરાયું છે. જયારે કાલે તા. ૧ ને શુક્રવારે શિવકથાનો સમય સવારનો રહેશે. કાલે સવારે ૯ વાગ્યે શિવકથા પ્રારંભ થશે અને બપોરે ૧ર વાગ્યે પૂ. ગિરિબાપુ શિવકથાને વિરામ આપશે.
(3:26 PM IST)










