<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

રેલનગરની શાંતિવન રેસીડેન્‍સીમાં જૂગાર રમતી છ મહિલાઓ પકડાઇ

પ્ર.નગર પોલીસના પીઆઇ એમ. ડી. મકવાણાની ટીમના એએસઆઇ રણજીતસિંહ પઢારીયા અને કોન્‍સ. વનરાજભાઇ બોરીચા સહિત ટીમનો દરોડો

 

 

રાજકોટ તા. ર૬ :.. રેલનગરમાં શાંતીવન  રેસીડેન્‍સીમાં મકાનમાં બાતમીના આધારે દરોડો પાડી પ્ર.નગર પોલીસે જૂગાર રમતી છ મહિલાને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

પ્ર.નગર પોલીસના એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, કોન્‍સ. વનરાજભાઇ બોરીચા સહિતના સ્‍ટાફે રેલનગરમાં શાંતીવન  રેસીડેન્‍સીમાં રહેતા રેણુકાબેન જગદીશભાઇ ચાવડા, (ઉ.વ.પર) ના મકાનમાં દરોડો પાડી જૂગાર રમતા રેણુકાબેન ઉપરાંત વીજુબેન કરશનભાઇ મીયાત્રા (ઉ.વ.૬૦ રહે. રાધે ક્રિષ્‍ના સોસાયટી, મા કોમ્‍પલેક્ષ પાસે, રેલનગર), શીતલબેન દિપકભાઇ ચાવડા (ઉ.વ.ર૯ રહે. શાંતીવન રેસીડેન્‍સી), સરલાબેન જયસુખભાઇ ધ્રાંગડ (ઉ.વ.૬૦ રહે. રાધે ક્રિષ્‍ના સોસાયટી, રેલનગર), કુસુમબેન નથુભાઇ મોર (ઉ.વ.૬૦ રહે. મહાદેવ પાર્ક, અમૃત-૩ સામે, રેલનગર) અને હેમાક્ષીબેન સુધીરભાઇ અવસુરા (ઉ.વ.ર૪ રહે. રાધે ક્રિષ્‍ના સોસાયટી, રેલનગર) ને રૂા. ૧૦,૩૦૦ ની રોકડ સાથે પકડી લીધા હતાં.

(2:11 PM IST)