<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

નાણાવટી ચોકના એપાર્ટમેન્ટમાં ગ્રીલ ફીટીંગ વખતે પગ લપસ્યોઃ ત્રીજા માળેથી પટકાતાં યુવાનનું મોત

મુળ બંગાળના શુભેન્દુ ઉર્ફે રાજના મૃત્યુથી બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવીઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૯: નાણાવટી ચોક નજીક એપાર્ટમેન્ટમાં રહેતાં મુળ બંગાળના યુવાનનું ત્રીજા માળે ગ્રીલ ફીટ કરતી વખતે લપસી પડતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે.

જાણવા મળ્યા મુજબ નાણાવટી ચોક નાઇન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતો શુભેન્દુ ઉર્ફે રાજભાઇ નિમાય બ્રાર (ઉ.વ.૪૦) નામનો યુવાન સવારે અગીયારેક વાગ્યે ઘરે ત્રીજા માળે ગ્રીલ ફીટ કરતો હતો ત્યારે એ.સી.ના કમ્પ્રેશર પર પગ રાખ્યો હોઇ અકસ્માતે પગ લપસતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેેડાયેલ. પરંતુ અહિ તેનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનાર શુભેન્દુભાઇ એક બહેનથી નાનો હતો. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. મુળ પશ્ચિમ બંગાળનો આ યુવાન સોની બજારમાં સોની કામની દુકાન  ધરાવતો હતો. ગ્રીલ ફીટ કરવા માટે ઘરે મજુર આવ્યો હોઇ પોતે ગ્રીલ પકડીને ઉભેલ ત્યારે પગ લપસતાં આ બનાવ બન્યો હતો. યુનિવર્સિટી પોલીસે જરૃરી કાર્યવાહી કરી હતી. 

 

(2:54 PM IST)