<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

ગાંધીગ્રામ રવિ રાંદલ ગરબી મંડળમાં નાની નાની જગદંબાઓએ ભક્‍તિભાવસભર રાસની રમઝટ બોલાવી

રાજકોટઃ માતાજીની આરાધના, ભક્‍તિ અને શક્‍તિના પવિત્ર સંગમ સમી પરંપરાને જાળવી રાખતાં ગાંધીગ્રામ ખાતે રવિ રાંદલ ગરબી મંડળ દ્વારા નવરાત્રિ મહોત્‍સવ સ્‍વર્ગસ્‍થ ચારુબેન ચૌધરીએ ૪૦ વર્ષ પૂર્વે ભક્‍તિ અને શક્‍તિની આરાધનાના જે દિવ્‍ય સંકલ્‍પ સાથે આ પરંપરાનો પ્રારંભ કર્યો હતો, તેને આગળ ધપાવી આયોજક તથા કોર્પોરેટર શ્રીમતી સેજલબેન ચૌધરી અને અમિતરાજ ચૌધરી દ્વારા પરંપરાનું જતન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું છે.

નાની નાની બાળાઓએ જગદંબાના સ્‍વરૂપે અદભુત રાસ-ગરબાની પ્રસ્‍તુતિ કરી સૌને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા.

આ પ્રસંગે વોર્ડ નં. ૧નાં કોર્પોરેટર શ્રીમતી અંજનાબેન મોરઝરિયા, રાજકોટ જિલ્‍લા ભાજપના  અરૂણભાઈ નિર્મળ, વોર્ડ નં. ૧ના પૂર્વ કોર્પોરેટર અલ્‍પેશભાઈ મોરઝરિયા, આદિજાતિ મોરચાના વિજયભાઈ રાઠોડ, ભરતભાઈ મૂલિયાણા, હર્ષાબેન નિર્મળ સહિત ઉપસ્‍થિત રહ્યા હતા. તેમ અમિતરાજ ચૌધરીની યાદી જણાવે છે. રવિ રાંદલ ગરબી મંડળ, ગાંધીગ્રામ, રાજકોટ.

(2:30 PM IST)