<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં SMCનો મોતો દરોડો: ગેસની ગેરકાયદેસર રિફિલિંગ પ્રવૃત્તિ પકડી પાડી મોટી સંખ્યામાં બોટલો જપ્ત : જુઓ વિડીયો

અંદાજે ૫૦૦ જેટલા બાટલા સાથે બે શખ્સની અટકાયત કરી પૂછતાછ, ભક્તિનગર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા

​રાજકોટ: શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલ આહિર ચોક પાસે એસ.એમ.સી. (SMC) ની ટીમ દ્વારા ગેસની ગેરકાયદેસર રિફિલિંગ પ્રવૃત્તિ સામે મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે ગેસની રિફિલિંગ કરતા ઈસમોને રંગેહાથ ઝડપી પાડીને ગેસના બાટલાઓ મોટી સંખ્યામાં જપ્ત કરવામાં આવ્યા છે.
​રિફિલિંગની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે હાથ ધરેલી આ કાર્યવાહીમાં સ્થળ પરથી ગેસના બાટલાઓ ઉપરાંત વપરાશમાં લેવાતા વજન કાંટા અને મોટર પણ જપ્ત કરવામાં આવ્યા છે. હાલ ભક્તિનગર પોલીસ મથકે આ તમામ જપ્ત કરાયેલ મુદ્દામાલ સાથે આગળની કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બે ટ્રક ભરી 500 જેટલા બાટલા જપ્ત કરાયા છે. વધુ તપાસ ચાલી રહી છે.

(7:04 PM IST)