News of Thursday, 4th June 2026
મહેશ્વરી શિયાણીનગર સાગર સોસાયટીમાં દુર્ગંધયુકત પાણી વિતરણઃ ગટરનું પાણી ભળી ગયાથી ભારે હોબાળો
૧૦ દિ' થયા સર્જાયેલ મુશ્કેલઃ રસોઇ અને પીવા માટે વેંચાતુ પાણી લેવું પડે તેવી સ્થિતિઃ ગૃહિણીઓ પરેશાનઃ કોર્પોરટરની તંત્રને રજૂઆતઃ પાણીના નમૂના લેવાયાઃ તુર્ત યોગ્ય પગલા લેવા માંગ

રાજકોટ, તા.૪: કોઠારીયા રોડ ઉપર આવેલ વોર્ડ-નં. ૧૬ની સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી દુર્ગધયુકત પાણીનું મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિતરણ થતા હોબાળો મચી ગયો છે.
ખાસ કરીને આ પાણી ચોખ્ખુ અને શુપ્ર હોય તેના પીવામાં તથા રસોઇમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આ પાણી નકામું બની જતા હાલમાં પીવાનું પાણી બજારમાંથી વેચાતુ લઇ પીવું પડે અથવા રસોઇમાં ઉપયોગમાં લેવું પડે તેવી સ્થિતિ સર્જાતા ગૃહીણીઓને ભારે મુશ્કેલી સર્જાઇ છે.શહેર ના વોર્ડ નંબર ૧૬ માં અનેક સોસાયટીઓમાં મહેશ્વરી સોસાયટી, ન્યુ સાગર સોસાયટી, જૂનું સાગર સોસાયટી, શિયાણીગર સોસાયટી એવી અનેક સોસાયટીઓમાં ગટરનું પાણી ભળી જવાથી લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.વોર્ડ નં.૧૬ ના કોર્પોરેટર ઇબ્રાહીમભાઇ સોરાએ આ અંગે અનેક વખત ઉચ્ચ અધિકારીને આ વિશે જાણ કરવા છતાં પીવાના પાણીમાં ગટરનું પાણી છેલ્લા દસ દિવસ થયા આવતા અધિકારીઓને જાણ કરવા છતાં લોકોના હક અધિકારનો તેમજ રોગ ચાળાનો ખ્યાલ રાખતા નથી. આ ખરાબ પાણીને અભાવે લોકો વોર્ડ નં. ૧૬ માં ત્રાહિમામ પોકારી ગયા છે. અધિકારીઓ પણ ઉંધા ચશ્મા પહેરાવતા હોય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. અધિકારીઓને આ વિશે ધ્યાન આપવા તાકીદ કરવામાં આવલ ે છે. આ પીવાના પાણીમાં ગટરનુ પાણી જુદુ કરવા તાત્કાલિક નિવારણ લઈ આવવાની માંગ કરવામાં આવે છે. આ વોર્ડમાં વાલા દવલાની નીતિ જવાબદારી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેમ સોરાએ જણાવાયુ છે.
જોકે આ રહેણાંક સોસાયટીમાં દુર્ગંધ મુકત પાણી વિતરણ થતા કોઇને જાણ થતા અમૂક મહિલાઓ થોડા દિ' પહેલા એકત્ર થઇ કોર્પોરેટરને રજૂઆત કરી હતી ત્યારબાદ બે દિ' પહેલા ખોદકામ કરી લાઇન ચેક કરવામા઼ આવી છે અને પાણીના નમૂના તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. પાણીની લાઇનમાં ગીરની લાઇનના પાણી કયાંય પણ ભળી ગયા હોય આ બાબત સર્જાઇ છે ભારેહ નવનિયુકત યુવા મેયર ડો. નેહલ શુકલ પણ આ બાબતે તુર્ત કડક પગલા લઇ ઝડપી કામગીરી કરી જાહેર સુખાકારીમાં યોગ્ય પગલા ભરે તેવી લાગણી અને માંગણી પ્રવર્તે છે.જોકે આ લાઇન કયાં લીકેજ થઇ છે તે તુર્ત તપાસવું જરૂરી છે હાલમાં આ લાઇન દ્વારા જયાં જયાં પાણી વિતરણ થાય છે ત્યાં પણ મુશ્કેલી સર્જાય તેવી દહેશત છે.
(2:06 PM IST)










