News of Wednesday, 22nd July 2026
સ્માઈલ ગ્રુપના ઉપક્રમે શનિવારે હેમુ ગઢવી હોલ ખાતે સંગીત સંધ્યાનું આયોજન
સંગીતપ્રેમીઓ માટે વિના મૂલ્યે કાર્યક્રમઃ જુની નવી ફિલ્મોના અવનવા ગીતો જાણીતા કલાકારો રજૂ કરશે

રાજકોટ તા.૨૨: અત્રેના સ્માઈલ ગ્રુપ દ્વારા અનેકવિધ ગીત-સંગીતના કાર્યક્રમો યોજાતા હોય છે અને તેના ભાગરૂપે શનિવારને તા.૨૫ ના રોજ રાત્રે ૮-૩૦ કલાકે હેમુ ગઢવી(મીનીહોલ) ટાગોર રોડ ખાતે ૅસંગીત સંધ્યા નું આયોજના કરવામાં આવ્યું છે. સંગીત પ્રેમીઓ માટે આ કાર્યક્રમ વિનામૂલ્યે યોજવામાં આવી રહયો હોય આ કાર્યક્રમ ચુકવા જેવો નથી.
સ્માઈલ ગ્રુપના સુનિલભાઈ શાહ દ્વારા યોજવામાં આવી રહેલાં આ કાર્યક્રમમાં અવનવા કલાકારો જેમ કે જીતેન્દ્ર ભટ, અશોક ચાંદ્રાવાડીયા, મનોજ સોની, સંજય જાની, દિપક કકકડ, હિના કોટડીયા, કાજલ જાની, ગીતા ભટ, જયેશ વ્યાસ, દર્શન વ્યાસ વગેરે જુની નવી ફિલ્મોના નામાંકિત કલાકારો દ્વારા ગાવવામાં આવેલા ગીતો આબેહૂબ તેઓના અવાજમાં રજૂ કરશે. આ કાર્યક્રમમાં એન્કરીંગ સ્મિતા વ્યાસ અને ટેકનીકલ સપોર્ટ મયુર કોટકનો સાંપડેલ છે.
આ કાર્યક્રમનું દીપ પ્રાગટય પ્રિતીબેન શાહ અને જયેશભાઈ ઉપાધ્યાય કરશે. કાર્યક્રમમાં આવનાર સંગીત પ્રેમીઓને પ્રથમ બે રો ગેસ્ટ માટે રિઝર્વ રાખી તે પછીથી બેસવા વિનંતી કરવામાં આવી છે. દરેક સંગીત પ્રેમીઓને આ કાર્યક્રમમાં હાજરી આપવા અને માણવા સુનિલભાઈ શાહે અનુરોધ કર્યો છે.(૪૦.૩૭)
(3:29 PM IST)










