તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
સોલાર પ્લાન્ટમાંથી તસ્કરો રૂા. ૧.૨૯ લાખનો કોપર વાયર કાપીને લઇ ગયા
ત્રીમંદિરથી ધમલપરના રસ્તે આવેલી કંપનીમાં બનાવ સુપરવારઇઝર વિરેનભાઇ સિધ્ધપરાએ કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૨૮: રાજકોટ અમદાવાદ હાઇવે પર ત્રીમંદિરથી ધમલપર જવાના રસ્તે જયદીપ કોટન પાન પાવર સોલરા પ્લાન્ટ કંપની ખાતેથી તસ્કરો રૂા. ૧,૨૯,૯૨૦ની કિંમતનો કોપર વાયર ચોરી જતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં પોલીસે મોરબી રોડ સેટેલાઇટ ચોક પ્રવસ્તી હાઇટ વિંગ-એ, ફલેટ નં. ૪૦૧માં રહેતાં અને સોલાર પ્લાન્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં વિરેનભાઇ જગદીશભાઇ સિધ્ધપરા (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધ્યો છે. તે આ કંપનીમાં નવેક મહિનાથી નોકરી કરે છે. તેની તેમની ફરજ સોલાર પ્લાન્ટમાં ટેકનિકલ પ્રોબ્લેમ આવે તેને રીપર કરવાની છે. ૨૬મીએ સાંજે નોકરી પુરી કરી ઘરે ગયા બાદ બીજા દિવસે સવારે નોકરી પર આવ્યા ત્યારે પ્લાન્ટના હેલ્પર તરીકે કામ કરતા નંદકિશોરભાઈએ જાણ કરી હતી કે રાત્રીના આશરે બારેક વાગ્યાની આસપાસ તેઓ મીટરનું રીડીંગ લેવા ગયા હતા અને સવારે દસ વાગ્યાની આસપાસ ઇન્વર્ટર નં. ૮માં ટેકનિકલ ખામી જણાતા એસ.એમ.બી. બંધ કરવા ગયેલ ત્યારે સોલાર પ્લેટની ચેનલનો વાયર નજરે પડ્યો ન હતો.
આથી તપાસ કરતા સોલાર પ્લેટ ચેનલનો ૬ સ્ક્વેર એમ.એમ.ડી.સી.નો કાળા રંગનો કોપર વાયર જોવા મળ્યો ન હતો. જેની લંબાઈ માપતા અશરે ૭,૭૪૫ મીટર અને વજન અંદાજે ૪૬૪ કિલોગ્રામ થવા પામ્યું હતું. આ વાયરની કિંમત આશરે રૂપિયા ૧,૨૯,૮૨૦ હોવાનું જણાયું હતું. બનાવ અંગે શેઠ નિધેયભાઈ પાનને ફોનથી જાણ કરવામાં આવતા તેમણે કેબલ ચોરી બાબતે ફરિયાદ લખાવવાનું કહ્યું હતું. કુવાડવાના હેડકોન્સ. લક્ષમણભાઇ મહાજને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(4:30 PM IST)










