તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
સામાજિક સમરસતા મહોત્સવ - ૨૦૨૬

રાજકોટઃ ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૬મી જન્મ જયંતિ નિમિતે રાજભવન-ગાંધીનગર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ‘‘સામાજિક સમરસતા મહોત્સવ - ૨૦૨૬''નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં સમરસતા, સમાનતા અને એકતા વધારવાનો હતો. આ અગાઉ રાજ્યપાલશ્રીએ ગુજરાતના દરેક જિલ્લામાંથી એક ગામની પસંદગી કરીને ત્યાં રાત્રિ રોકાણ સાથે મુલાકાત યોજી હતી. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે રાજ્યપાલશ્રીએ પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું હતું.રાત્રિ દરમિયાન રાજ્યપાલશ્રીએ ગામના સામાન્ય અને અનુસૂચિત જનજાતિ પરિવાર જેન્તીભાઈ પરમારના નિવાસ સ્થાને જઈ તેમના પરિવાર સાથે ભોજન લીધું હતું, જે સામાજિક સમરસતા અને ભાઈચારા માટે એક પ્રેરણાદાયી પગલું હતું. ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવા કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ, તે તમામ પરિવારોને રાજ્યપાલશ્રીએ પોતાના નિવાસ સ્થાને આમંત્રિત કરી આ મહોત્સવ ઉજવ્યો હતો. આ અવસરે બાબાસાહેબ આંબેડકરની ૧૩૬મી જન્મ જયંતિની ઉજવણી સાથે સામાજિક સમરસતાનો સંદેશ વ્યાપક રીતે પ્રસારિત કરવામાં આવ્યો હતો. રાજ્યપાલશ્રીએ પોતાના વક્તવ્યમાં લુણીવાવ ગામમાં કરેલ રાત્રિ રોકાણનો ભાવુક અનુભવ વ્યક્ત કર્યો અને સમરસતાના મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે સૌને પ્રેરિત કર્યા. આ કાર્યક્રમમાં દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોૈપદી મૂર્મુ , ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચોૈદરી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગળહમંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ શિક્ષણ પ્રધાન શ્રી પ્રદ્યુમનભાઇ જાડેજા સહિતના મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. તમામ મહાનુભાવોએ સાથે ભોજન લઈ સમાજમાં સમરસતા અને એકતાનો સશક્ત સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લુણીવાવ ગામના જેન્તીભાઈ પરમારનો પરિવાર તેમજ શાળાના શિક્ષક તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તા ગોંડલ ના મંત્રી શ્રીરવીન્દ્રભાઈ સરવૈયાને રાજભવન તરફથી આમંત્રણ મળતા તેઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:17 PM IST)










