તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
એનડીપીએસના ગુનામાં ફરાર આકાશ ઉર્ફે મરચાને એસઓજીએ દબોચી લીધો
ચિલઝડપમાં પાવરધો શખ્સ હવે માદક પદાર્થ વેંચવાના રવાડે ચડયો હતો : અગાઉ ૨૦ ગુનામાં સંડોવણીઃ પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ અને ટીમની કામગીરીઃ ઇન્દ્રસિંહ જાડેજા, હાર્દિકસિંહ પરમારની બાતમી

રાજકોટ તા. ૧૩: શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને નાર્કોટીક્સ પદાર્થોના ખરીદ-વેચાણ તેમજ સેવનની પ્રવળત્તિઓ પર સંપૂર્ણ અંકુશ મેળવવા માટે પોલીસ કમિશનર દ્વારા શરૂ કરાયેલા ખાસ અભિયાન અંતર્ગત રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ-એસઓજી નાર્કોટીક્સ સેલને એક સફળતા મળી છે. ટીમે બાતમીના આધારે અમદાવાદ હાઇવે પરથી એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા એક કુખ્યાત અને રીઢા આરોપીને દબોચી લીધો છે.
એસઓજી પીઆઇ એન. બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.વી. ધ્રાંગુ તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન એએસઆઇ ઇન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ જગતસિંહ પરમારને સંયુક્ત રીતે એક ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી કે રાજકોટ બી-ડિવિઝન પોલીસ સ્ટેશના માદક પદાર્થના ગુનાનો નાસતો ફરતો આરોપી આકાશ ઉર્ફે મરચો હરિભાઇ બાબરીયા (ઉ.વ.૨૯-રહે. મનહરપરા-૭, ભાવનગર રોડ ફાયર બ્રિગેડની સામે) અમદાવાદ હાઇવે પર બેટી ગામના પાટીયા પાસે ઉભો છે. બાતમી મળતા જ ત્યાં પહોંચી તેને દબોચી લીધો હતો.
પકડાયેલ આરોપી આકાશ ઉર્ફે મરચો બાબરીયા રીઢો ગુનેગાર છે. ભૂતકાળમાં ડ્રગ્સની હેરાફેરી, લૂંટ અને ચોરી જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. તેની સામે થોરાળા પોલીસમાં અને પ્ર.નગરમાં માદક પદાર્થના ત્રણ ગુના, ભક્તિતનગર, એઅડિવીઝન, બી-ડિવીઝન, તાલકુામાં ચોરી-ચિલઝડપના સાત ગુના, માલવીયાનગર, તાલુકા, થોરાળામાં પણ ચિલઝડપના અન્ય દસ મળી કુલ વીસ ગુના નોંધાઇ ચુક્યા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન.બી.ચૌધરી, પીએસઆઇ વી.વી.ધ્રાંગું, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઈ રાઠોડ, હેડકોન્સ. મૌલિકભાઈ સાવલીયા, દિગ્વિજયસિંહ ગોહિલ, કોન્સ. હાર્દિકસિંહ પરમાર તથા યોગેન્દ્રસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.
(2:34 PM IST)










