તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Tuesday, 21st July 2026
રાજસ્થાનથી ૨.૮૯ લાખના પોષડોડા લાવીને વેંચે એ પહેલા ચુનારામને એસઓજીએ દબોચ્યો
અગાઉ પણ ત્રણ ખેપ મારી હતીઃ એસઓજીના એએસઆઇ રાજેશભાઇ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, કોન્સ. જયપાલસિંહ ઝાલાની બાતમીથી પીઆઇએન. બી. ચોૈધરી, પીએસઆઇ બી. વી. ચુડાસમાની ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૧: શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા અને નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ તેમજ સેવન રોકવા માટે ‘સે નો ટુ ડ્રગ્સ' ઝુંબેશ અંતર્ગત શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. હાલ રાજકોટના કુવાડામાં રહેતાં રાજસ્થાનીને રૂા. ૨.૮૯ લાખના પોષડાડા સાથે ગ્રીનલલેન્ડ ચોકડી નજીકથી પકડી લીધો હતો. આ શખ્સ અગાઉ પણ પોતાના વતનથી આવા ડોડવાની ત્રણ વખત ખેપ મારી આવ્યો હતો. ચોથી ખેપનો માલ વેંચે એ પહેલા પકડાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ રાજેશભાઈ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા તથા કોન્સ. જયપાલસિંહ ઝાલાને મળેલી બાતમી પરથી ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ નવાગામ જવાના રસ્તાની સામે આવેલ શિવ શક્તિ હોટલ બહાર રોડ પરથી એક શખ્સને પોષડોડાના જથ્થા સાથે પકડી લેવાયો હતો અને બી-ડિવીઝન પોલીસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવાયો હતો. આ શખ્સે પુછતાછમાં પોતાનું નામ ચુનારામ માલારામ જાટ (ઉં.વ. ૩૭, ધંધો-કારખાનામાં મજુરી, રહેવાસી, હાલ- કુવાડવા ગામ જીઆઈડીસીમાં, તા.જી. રાજકોટ, મુળ એડસિંઘરી ગામ, જી. બાડમેર, રાજસ્થાન) છે.
એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાએ આ શખ્સ પાસેથી મળેલો પદાર્થ પોષડોડા હોવાનો અભિપ્રાય આપ્યો હતો. કુવાડવા જીઆઇડીસીમાં રહી મજૂર સપ્લાય કરવાનું કામ કરતો ચુનારામ પોતાના વતન રાજસ્થાનથી આ પદાર્થ લાવ્યાનું રટણ કરતો હતો. તે અગાઉ પણ ત્રણેક ખેપ મારી આવ્યો હતો. મોટે ભાગે મજૂરોને તે આ પોષડોડાનું વેંચાણ કરે છે. આ વખતે ચોથી ખેપમાં એસઓજીના હાથે પકડાઇ ગયો હતો. તેની પાસેથી રૂા. ૨,૮૯,૫૦૦ના ૧૬.૩૦૦ કિલોગ્રામ પોષડાડા, ૪૦ હજારનો આઇફોન કબ્જે કરાયા છે. વધુ તપાસ માટે બી-ડિવીઝનમાં સોંપાયો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી, સાયબર ક્રાઇમ પીઆઇ બી.બી. જાડેજા, એસઓજી શાખાના પીએસઆઇ બી.વી. ચુડાસમા, એએસઆઇ અરૂણભાઈ બાંભણીયા, રાજેશભાઈ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, કોન્સ. જયપાલસિંહ ઝાલા, રવિભાઈ ધગલ, મહિલા કોન્સ. મોનાબેન બુસા, ભાગ્યલક્ષ્મીબા ઝાલા તથા ડ્રાઇવર કોન્સ. નિર્મળસિંહની ટીમે આ કામગીરી કરી હતી.
(3:50 PM IST)










