<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

કેવડાવાડીમાં SOGની ટીમે દરોડો પાડી 500 કિલોથી વધુ શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી પાડ્યો

આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓએ સ્થળ પર પહોંચી ઘીના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા

રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં SOGની ટીમે દરોડો પાડી 500 કિલોથી વધુ શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન ઘી ઉપરાંત વનસ્પતિ અને અન્ય પ્રકારનું ઘી પણ મળી આવ્યું હતું. ગાય અને અન્ય પશુઓના ઘીના નામે આ જથ્થો વેચાણ કરવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. કેવલ જયપ્રકાશ ચંદાણીની વોલ્ગા ઘીમાંથી શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર મામલે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓએ સ્થળ પર પહોંચી ઘીના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા હતા. તપાસ દરમિયાન રૂપિયા બે લાખથી વધુ કિંમતનો ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(11:43 AM IST)