તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 3rd June 2026
કુવાડવા રોડ પરથી જસદણ લીલાપુરનો યોગેશ અને પિયુષ બિહારીને એસઓજીએ ગાંજા સાથે દબોચ્યા
બંને મિત્રો દાહોદ તરફથી ૧.૪ કિલો ગાંજો લાવ્યાઃ વેંચે એ પહેલા પકડાઇ ગયા : એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ એમ. વી. જાડેજા, એએસઆઇ સિધ્ધરાજસિંહ જાડેજા અને ટીમની કાર્યવાહીઃ ઉપેન્દ્રસિંહ ઝાલા અને જયદિપસિંહની બાતમી

રાજકોટ તા. ૩: શહેરમાં માદક પદાર્થનેી હેરાફેરીને ડામવા સક્રિય એસઓજીની ટીમ દ્વારા વધુ એક આવો કેસ શોધવામાં સફળતા મળી છે. કુવાડવા રોડ ડી માર્ટથી આગળ જતાં રોડ પરથી એસઓજીએ મુળ જસદણ લીલાપરના અને હાલ રાજકોટ રહેતાં એક શખ્સ તથા એક બિહારી શખ્સને રૂા. ૭૩૪૦૦ના ૧.૪૬૮ ગ્રામ ગાંજા સાથે પકડી લીધા છે. આ બંને મિત્રો છે અને દાહોદ તરફથી ગાંજો લાવ્યાનું રટણ કર્યુ હોઇ વિશેષ પુછતાછ માટે રીમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.
શહેરમાં સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ અંતર્ગત યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા નાર્કોટીક્સ પદાર્થોનું વેંચાણ અટકાવવા અને આવા પદાર્થનું સેવન, વેચાણ કરતાં શખ્સોને શોધી કાઢવા શહેર એસઓજીની ટીમ કાર્યરત હોઇ દરમિયાન હેડકોન્સ. જયદિપસિંહ અને ઉપેન્દ્રસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળતાં કુવાડવા રોડ ડી માર્ટથી આટળ જય હિન્દ મોટર્સ નજીકના રોડ પર બે શખ્સને ઝડપી લીધા હતાં. પુછતાછમાં પોતાના નામ આકાશ ઉર્ફે યોગેશ દશરથભાઇ દેસાણી (ઉ.વ.૩૨-રહે. હાલ જુના માર્કેટ યાર્ડ પાછળ દરગાહ પાસે, લાખાભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી, મુળ લીલાપર તા. જસદણ) તથા પિયુષકુમાર શૈલેન્દ્ર સિંગ (ઉ.વ.૧૯-રહે. તરૈયા મુખ્ય બજાર શંકર ભગવાનના મંદિર પાસે જી. છપરા બિહાર) જણાવ્યા હતાં.
આ શખ્સો પાસે શંકાસ્પદ પદાર્થ હોઇ એફએસએલ અધિકારી કે. એમ. તાવીયા પાસે પરિક્ષણ કરાવતાં તે ગાંજો હોવાનું ખુલતાં રૂા. ૭૩૪૦૦નો ગાંજો કબ્જે કરી બી-ડિવીઝન પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરાવ્યો હતો. ઝડપાયેલો આકાશ ઉર્ફે યોગેશ અને પિયુષ બંને મિત્રો છે અને છુટક મજુરી કરે છે. પ્રાથમિક પુછતાછમાં કબુલ્યું હતું કે પોતે બે દિવસ પહેલા દાહોદના ફતેપુરા ગયા હતાં અને ત્યાંથી વેંચવા માટે આ ગાંજો લાવ્યા હતાં. પણ બસમાંથી ઉતરી બંને રિક્ષાની રાહ જોઇ રહ્યા હતાં ત્યાં જ એસઓજીએ દબોચી લીધા હતાં. તેની પાસેથી સાચી વિગતો ઓકાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ એમ. વી. જાડેજા, એએસઆઇ સિધ્ધરાજસિંહ જાડેજા, અરૂણભાઇ બાંભણીયા, વિરેન્દ્રસિંહ, હેડકોન્સ. જયદિપસિંહ, ઉપેન્દ્રસિંહ, ડ્રા.કોન્સ. નિર્મળસિંહ, નરેશભાઇએ આ કામગીરી કરી હતી.
(11:04 AM IST)










