<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

મનપા આવાસ યોજનામાં પાણીના ટાંકા ઉપર કેટલાક લાભાર્થીઓ કપડા ધોવે છેઃ ફરીયાદ

સાધુવાસવાણી રોડ સ્‍થિત આવાસના જાગૃત રહેવાસીઓ મ્‍યુ.કમિશનરને લખ્‍યો પત્ર

રાજકોટઃ શહેરના સાધુવાસવાણી રોડ સ્‍થિત આર.એમ.સી આવાસ યોજનામાં રહેતા કેટલાક લાભાર્થીઓ દ્વારા  પાણીના  ટાંકા ઉપર કપડા ધોવાથી પીવાનું પાણી દુષિત થતુ હોય એક જાગૃત રહેવાસીએ આ અંગે મ્‍યુ. કમિશનરને પત્ર પાઠવ્‍યુ છે.

પત્રમાં જણાવ્‍યા મુજબ ઉપયુકત આવાસ યોજનામાં રહેતા અન્‍ય લાભાર્થીઓ, આવાસમાં આવેલા પાણીના ટાંકા ઉપર વાસણ તથા કપડાઓ ધોવે છે. આથી તેનું ગંદુ પાણી પીવાના નળમાં ઉતરે છે. આથી પાણી દુષિત  થાય છે. જે પાણી બધા આવાસના લાભાર્થીઓ પીવે છે. જેથી આરોગ્‍ય ઉપર ખતરો ઉભો થયેલ છે. તેના આરોગ્‍ય સાથે ચેડા થાય છે.

ઉપર્યુકત સમસ્‍યાને જાહેર આરોગ્‍યના હિતને ધ્‍યાનમાં રાખી, આવી પ્રવૃતિઓ અટકાવવા જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે.

 

(3:36 PM IST)