તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
‘‘મા પાવા તે ગઢથી ઉતર્યા...''ના સૂર સાથે સોનમ ગરબા રાસોત્સવમાં આજે મેગા ફાઇનલ

રાજકોટ : ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ચાલી રહેલા વિશ્વ વણિક સમાજ સંગઠન અને જૈન વિઝન આયોજિત સોનમ ગરબા રાસોત્સવમાં મેગા ફાઇનલ યોજાશે.
સોનમ ગરબાના આંગણે મેયર ડો. નેહલ શુક્લ,નેહાબેન શુક્લ,આરએસએસ અગ્રણી નરેન્દ્રભાઈ દવે, કિશોરભાઈ મુગલપરા, અશોકભાઈ ગાંધી, વિશ્વવણીક સંગઠનના સેક્રેટરી નયનાબેન મોદી, સ્થાનકવાસી જૈન મોટા સંઘના સેક્રેટરી કમલેશભાઈ મોદી, શેઠ ઉપાશ્રયના ટ્રસ્ટી સુભાષભાઈ પારેખ, રેસકોર્સ પાર્ક સંઘના ટ્રસ્ટ વિરેન્દ્રભાઈ સંઘાણી, શેઠ ઉપાશ્રયના ટ્રસ્ટી વિધિબેન મહેતા, એડવોકેટ રજતભાઈ સંઘવી, મોર્ડન ગ્રુપના મુકેશભાઈ દોશી, જ્યંતિભાઈ ડાંગર સહિત, યોગેશભાઈ બદાણી, દર્શનભાઈ બદાણી, વિશામણગ્રુપના અવનીબેન મિતુલભાઈ વસા, આરડી ગ્રુપના પરેશભાઈ પોપટ, શિવ સેના જીમિભાઈ અડવાણી, મધુરમ ક્લબના પ્રમુખ હર્ષદભાઈ રૂપારેલિયા, જૈન અગ્રણી જીતુભાઇ મારવાડી, જે માડી ગ્રુપના મેહુલભાઈ બોરીચા, જૈન અગ્રણી ધીરેનભાઈ ભરવાડા જતીનભાઈ સંઘાણી, જયેશભાઈ વ્યાસ, સંજયભાઈ પંડયા, અજયભાઈ વડેરા, પ્રિયાંક તન્ના, પિયુષ દક્ષણી, રવિભાઈ મણિયાર, કોર્પોરેટર ઘનશ્યામભાઇ હેરભા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ રાસોત્સવમાં સિનિયર પ્રિન્સેસ તરીકે હેમાલી સાગર, કૌશા મોદી અને નિષ્ઠા દોશી તથા સિનિયર પ્રિન્સ તરીકે સચિન વોરા, માન્ય ધ્રુવ અને વત્સલ મહેતા વિજેતા બન્યા હતા. કિડ્સ પ્રિન્સેસ તરીકે વળષા નાખરાણી અને કિડ્સ વેલ ડ્રેસ પ્રિન્સેસ તરીકે ખ્યાતિ ગાંધીને ઇનામ મળ્યું હતું.
મુકેશભાઈ દોશી મોર્ડન તેમજ પદ્માવતીબેન અજિત જૈન જેપી જેવલ્સના ભરતભાઈ જૈન અગ્રણી યોગેન દોશી તેમજ મીનુબેન યોગેનભાઈ દોશીનું સન્માન કરવામાં આવ્યું હતું
(2:39 PM IST)










