તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
ચોરાઉ બાઇક ફેરવતો સોનુ પકડાયો
ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.એસ. ચાવડાની ટીમની કામગીરી

રાજકોટ તા. ૬: જામનગર રોડ પરથી ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે ચોરાઉ બાઇક સાથે મૂળ યુપીના આરોપીને પકડી લઇ ચોરાઉ બાઇક કબ્જે કર્યું હતું.
ક્રાઇમ બ્રાંચની ટીમે જામનગર રોડ પર સાંઢીયા પુલ પાસેથી બાતમીના આધારે સોનુ શિવકુમાર યાદવ (ઉ.વ. ર૧, રહે. હાલ રાવકી ગામ પેટ્રોલ પંપ પાસે, મૂળ યુ.પી.) ને પકડી લઇ ચોરાઉ બાઇક કબ્જે કર્યું હતું. આ બાઇક યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી ચોરી કરાયું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા તથા પોલીસ ઇન્સ્પેકટર એમ.એલ. ડામોર તથા પોલીસ ઇન્સ્પેકટર સી. એચ. જાદવ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ. એમ. રાણા તથા એ.એસ.આઇ. સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ તુલસીભાઇ ચુડાસમા, ભાનુશંકર ધાંધલા, લાલજીભાઇ હાડગડા, ધર્મેન્દ્રભાઇ કુંચાલા, સુભાષભાઇ ઘોઘારી તથા પો. કોન્સ. સંજયભાઇ ખાખરીયા, ધર્મેશભાઇ ખાંડેખાએ કરી હતી.
(2:49 PM IST)










