<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

સ્‍વયંભુ શ્રીરામનાથ મહાદેવની વાજતે, ગાજતે વર્ણાંગી

 

 આજીનદી કાઠે બિરાજતા પ્રાચીન સ્‍વયંભુ શ્રીરામનાથ મહાદેવની ૧૦૩મી વર્ણાંગીનું વાજતે ગાજતે આયોજન થયુ હતુ. લોકોની સુખાકારી માટે જે તે સમયે પ્રજાવત્‍સલ રાજવી શ્રી લાખાજીરાજ બાપુએ સોૈ પ્રથમ વર્ણાંગી આયોજીત આ પરંપરાની શરૂઆત કરાવી હતી. આ વર્ષે પણ ૧૦૩મી વર્ણાંગી યોજવામાં આવતા હરહર મહાદેવના નાદ સાથે રામનાથ મંદિરેથી પ્રારંભ કરાયો હતો. સુશોભિત પાલખીમાં દાદાને બિરાજમાન કરી  શરૂ થયેલ આ પાલખીયાત્રાની જ રામનાથપરા મંદિરેથી પ્રારંભ થઇ કોઠારીયા નાકા, પેલેસરોડ, જયરાજ પ્‍લોટ, હાથીખાના થઇ રામનાથ મંદિરે પરત ફરી હતી. માર્ગો પર ઠેરઠેર ભક્‍તો દ્વારા સ્‍વાગત કરાયુ હતુ. બહોળી સંખયામાં લોકો જોડાયા હતા. જે તસ્‍વીરમાં નિહાળી શકાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:25 PM IST)