News of Tuesday, 20th October 2026
‘માડી તારા અઘોર નગારા વાગે',‘આંબલીયાની ડાળે કોયલ મીઠું મીઠું બોલે રે'
નવમાં નોરતે અકિલા રઘુવંશી બીટ્સ રાસોત્સવમાં પ્રાચીન-અર્વાચીન રાસોત્સવની રમઝટઃ વિજેતા ખેલૈયાઓને ઈનામો

રાજકોટઃ સતત અગીયારમાં વર્ષે સાધુ વાસવાણી રોડ પર રઘુકુળ યુવા ગ્રુપ આયોજીત ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવમાં નવમાં નોરતે માં ઓધાજી મારા વ્હાલાને વઢીને કે'જો રે, કાન તારી મોરલીએ જીવ મારો મોહ્યો, સાંભળી લે જે તું સાન મા, મૂળજી માલધારી રમતો ભમતો જાયના પ્રાચીન ગરબાઓની રમઝટ જામી હતી અને 'વંદે માતરમ' ના રાષ્ટ્રગીત દાંડીયાનું સમાપન કરેલ હતુ.
નવમાં નોરતે અત્યંત રસાકસીભરી તંદુરસ્ત હરીફાઈ બાદ ગ્રુપએ માં પ્રિન્સેસ તરીકે વીઠલાણી રીવા, વૃષ્ટિ અનડકટ, ઉનડકટ હીરવા વિજેતા બન્યા હતાં તથા ગ્રુપ બી માં પ્રિન્સ તરીકે કાચા મહેક, દેવલ લાડવા , રવિન્દ્ર સેજપાલ તથા પ્રિન્સેસ તરીકે ભૂત પરી, ગોહિલ જીજ્ઞાસા, દવે માતંગી વિજેતા બન્યા છે તથા સીગ્રુપમાં પ્રિન્સેસ તરીકે ઠક્કર સોનલબેન, ખાલપાડા મીરાબેન વિજેતા બન્યા હતાં.
નવમાં નોરતે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ધરાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, રાજકોટ દિવ્યાબેન સાયાણી, કુણાલભાઈ વણઝારા, સ્વાતીબેન માણેક, વિવેકભાઈ માણેક, વિમલભાઈ ઓઝા, દામિનીબેન ઓઝા, રાજુભાઈ નાગ્રેચા, મિતાબેન નાગ્રેચા, જગદીશભાઈ બલદેવ, સુમિતભાઈ સોમૈયા, નીરવભાઈ ચોટાઇ સહિતના ઉપસ્થિત રહયાં હતાં.
ડેઈલી પાસ વિતરણ ‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ-૨૦૨૬' નું ગ્રાઉન્ડ, સાધુ વાસવાણી રોડ, રાજપેલેસ સામે, રાજકોટ ખાતેથી (મો.૯૫૭૪૩ ૩૯૩૩૯) પર સંપર્ક કરીને મેળવી શકાશે તેમ જણાવાયું છે
(2:12 PM IST)










