<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

મવડીમાં પૂ.ગીરીબાપુના વ્‍યાસાસને ‘ગૌધામ શિવકથા'માં ગુંજશે મહાદેવના નાદ...

જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્‍ટ દ્વારા ૯ દિવસીય શિવકથાઃ બપોરે ૩થી ૬ કથા અને સાંજે ૬ વાગ્‍યે ભોજન પ્રસાદ અને રાત્રે ૮ વાગ્‍યે લોકડાયરોઃ રાજભા ગઢવી, હિતેશ અંટાળા,અલ્‍પા પટેલ સહિતના કલાકારો રજૂ કરશે કાર્યક્રમ

રાજકોટ તા.૧૫: રાજકોટના મવડી વિસ્‍તારમાં અમળત વાટિકા ગ્રાઉન્‍ડ, સર્વોદય સ્‍કૂલ સામે ૮૦ ફૂટ રોડ ખાતે તા. ૨૩-૪-૨૦૨૬ થી તા. ૧-૫-૨૦૨૬ સુધી પૂ. ગીરીબાપુના વ્‍યાસાસને ભવ્‍ય ‘‘ગૌ ધામ શિવકથા''નું આયોજન કરવામાં આવ્‍યું છે. જય સરદાર ગૌશાળા જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્‍ટ રાજકોટ કોઠારીયા દ્વારા આયોજિત આ કથા દરરોજ બપોરે ૩ થી સાંજે ૬ વાગ્‍યા સુધી ચાલશે.

તા. ૨૩ એપ્રિલે સવારે ૮ વાગ્‍યે પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી પોથીયાત્રા નીકળશે અને બપોરે ૩ વાગ્‍યે કથાનો પ્રારંભ થશે. તા. ૨૮મીએ સતી પ્રાગટય, તા. ૨૯મીએ શિવ-પાર્વતી વિવાહ યોજાશે. તા. ૧ મેના રોજ સવારે ૯ વાગ્‍યે કથાનું વિરામ થશે.

દરરોજ સાંજે ૬ વાગ્‍યે ભોજન પ્રસાદ અને રાત્રે ૮ વાગ્‍યે સંતવાણી તથા લોક ડાયરાનું આયોજન કરાયું છે. તા. ૨૫મીએ અલ્‍પા પટેલ, હિતેશ અંટાળા, તા. ૨૬મીએ યોગીતા પટેલ, પ્રદીપ પાઘડી, કૌશિક પટેલ અને તા. ૨૭મીએ રાજભા ગઢવી, શ્રુતિ પટેલનો કાર્યક્રમ યોજાશે.

ટ્રસ્‍ટના ચેરમેન ગોરધનભાઈ લક્કડ, પ્રમુખ ડાયાભાઈ અકબરી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. વધુ માહિતી માટે મો. ૯૮૯૮૦ ૩૦૨૬૬, મો. ૯૮૯૮૫ ૩૧૨૩૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.

સહયોગી સંસ્‍થાઓ

શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડ ગૌ શાળા ટ્રસ્‍ટ શાપર (વેરાવળ) ના ટ્રસ્‍ટી શ્રીઓ શ્રી સરસ્‍વતી ગરબી મંડળ શાપર (વેરાવળ), રાધેશ્‍યામ યુવક મંડળ રંગીલા હનુમાનજી મંદિર (રાધેશ્‍યામ સોસાયટી) જય સરદાર ગૌ શાળા બેન્‍ડ પાર્ટી યુવક મંડળ, શ્રી સરદાર પટેલ સોશીયલ ગ્રુપ પડધરી ૂ ડો. પી. જે. પીપળીયા (પ્રમુખ ), શ્રી સરદાર પટેલ સમાજ મેટોડા હર્ષદભાઈ એલ. પીપરીયા (પ્રમુખ ) શ્રી ખોડિયાર યુવક નાટક મંડળ કોઠા પીપળીયા, શ્રી ખોડિયાર નાટક મંડળ દેવપુર (રણુંજા)નો સહયોગ પ્રાપ્ત થયો છે.

કથાના મુખ્‍ય ભામાશાઓ

બાલાજી દાદાની કળપાથી શિવકથાના તમામ દિવસોના ભોજનપ્રસાદની સંપૂર્ણ સેવા ૂસ્‍વ. અંકુર રમેશભાઈ લકકડ બાબુભાઈ જીવરાજભાઈ લક્કડ હ. અલ્‍પાબેન તથા મિતલબેન તથા દ્રષ્ટિબેન લક્કડ, સ્‍વ. બાબુભાઇ દેવજીભાઈ આંબલીયાૂ હ. ગં, સ્‍વ. રસીલાબેન બાબુભાઇ આંબલીયા, સ્‍વ. નિર્મળાબેન સુમનભાઈ પાઘડાર, સંજયભાઈ બાબુભાઇ આંબલીયા હ. જાગળતીબેન સંજયભાઇ આંબલીયા, સ્‍વ. રાજાભાઈ રૈયાભાઇ લિંબાસીયા - હ. ગંગદાસભાઈ લિંબાસીયા, હ. ચંપકભાઈ લિબાસીયા, સ્‍વ. નિમુબેન ધનજીભાઈ દેસાઈ ની ૧૫મી વાર્ષિક પૂણ્‍યતિથિ નિમિત્તે હ. નરેન્‍દ્રભાઈ ધનજીભાઈ દેસાઈ તથા શૈલેષભાઈ ધનજીભાઈ દેસાઈ શ્રી ઉમિયાજી મંડપ ડેકોરેશન - રાજકોટનો સહયોગ પ્રાપ્ત થયો છે.

(3:39 PM IST)