<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

સાધુનો વેશ ધારણ કરી લોકોને છેતરતા વાંકાનેરના બહાદુરનાથને પાસામાં ધકેલાયો

ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી.એચ. જાદવ, ભરતભાઇ વનાણી અને ટીમે વોરન્‍ટ બજવણી કરી

રાજકોટ તા. ૨૦: સાધુનો વેશ ધારણ કરી લોકોને છેતરી લેવાના ગુનાઓમાં સામેલ વાંકાનેરના શખ્‍સને રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાસા તળે જેલમાં ધકેલી દીધો છે.

રાજકોટ તેમજ આસપાસના ગામોમાં સાધુનો વેશ ધરી લોકોને છેતરી લેવાના ગુનાઓમાં પકડાયેલો બહાદુરનાથ સુરમનાથ પરમાર (ઉ.વ.૩૩-રહે. વાંકાનેર ભોજપરા, પેટ્રોલ પંપ સામે)ને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત જેસીપી ચૈતન્‍ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની રાહબરીમાં ક્રાઇમ બ્રાંચની ટીમે તૈયાર કરી હતી. જે દરખાસ્‍ત મંજુર કરવામાં આવતાં બહાદુરનાથને પાસા તળે વડોદરા જેલમાં મોકલી દેવાયો છે.

આ શખ્‍સ સામે રાજકોટ શહેર ગાંધીગ્રામ, પ્ર.નગર, વાંકાનેર તાલુકા, સીટી, હળવદ પોલીસ સ્‍ટેશનમાં લોકોને છેતરવાના ૯ ગુના નોંધાઇ ચુક્‍યા હતાં. વોરન્‍ટ બજવણી પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ ડી. પી. ઝાલા, એએસઆઇ ભરતભાઇ વનાણી, યશવંતભાઇ ભગત, હેડકોન્‍સ. કરણભાઇ કોઠીવાળ, સંજયભાઇ અલગોતર, કોન્‍સ. અરવિંદભાઇ ફતેપરા, પોપટભાઇ ગમારાએ કરી હતી. 

 

(7:19 PM IST)