તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
આજે સાંજે સદર વિસ્તારના તાજીયા સાથે ખાસ આકર્ષણ
ખડી ચોકીની માનતા તાજીયો પસાર થાય છે ત્યારે હિન્દુ ભાઇ-બહેનો પાણીનો છંટકાવ કરી રોડને ચોખ્ખો કરે છે, જે ભારતીય સંસ્કૃતિની પરંપરા છેઃ કટારીયા

રાજકોટ, તા. ૨૫: કરબલાના ૭૨-શહીદોની યાદમાં થતી ઉજવણીમાં સમગ્ર ગુજરાતમાં રાજકોટનું એક અનેરૂ આકર્ષણ રહયું છે. દુર દુરથી હિન્દુ-મુસ્લીમ ભાઈ-બહેનો અહીંયા આવે છે. ભાવીકો અને શ્રધ્ધાળુ પોતાની માનતા ફુલ, અગરબત્તી, સેલી, નાળીયેર ચઢાવીને પોતાની માનતા પુરી કરે છે. ખડીચોકી એટલે તાજીયા માતમમાંથી લાઈન દોરીમાં આવે અને પરત માતમમાં ન આવે ત્યાં સુધી તાજીયાની સાથે સતત રહેવાનું અને ઉભા જ રહેવાનું અને તાજીયા માતમમાં આવે પછી જ બેસવાનું હોય છે. આને ખડી ચોકીની માનતા કહેવાય છે. આ બહુ કઠીન માનતા છે છતાં હિન્દુ-મુસ્લીમ ભાઈ-બહેનો શ્રધ્ધાથી અને ભકિતથી આ માનતા રાખે છે. અને પોતાની જે કાંઈ માનતા હોય છે તે પુરી થાય છે. આમ સમગ્ર રાજકોટમાં કોમી એકતા ભાઈચારાથી મહોરમનો તહેવાર ઉજવાય છે. અને તાજીયામાં, સબીલમાં, ન્યાઝમાં, પંજા સવારીમાં, અખાડામાં પણ હિન્દુ ભાઈ-બહેનો સહકાર આપે છે.
સદર વિસ્તારમાં દર વર્ષે તાજીયાની સાથે કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં હિન્દુ ભાઈ-બહેનો સાથે જોડાય છે. સદર તાજીયાનો રૂટ ફુલછાબ ચોક; ભીલવાસ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, એસ.બી.એસ.બેંક, જયુબેલી ચોક, હરીહર ચોક, સદર મેઈન રોડ થઈ ફુલછાબ ચોક આવશે. જયારે, આઝાદ ચોક, નહેરૂનગર, સુભાષનગર, વૈશાલીનગર, હનુમાન મઢી, બહ્મસમાજ, નાણાવટી ચોકથી બધા તાજીયા ફુલછાબ ચોકમાં આવશે. આજ રીતે બન્ને દિવસ તાજીયા રૂટમાં ફરશે.
ધર્મપ્રેમીઓ રતીબાપુ બુંદેલા, નરેશભાઈ મકવાણા, સંજયભાઈ પાટડીયા, દિનેશભાઈ મે, ચંદ્રેશભાઈ રાચ્છ, રવિભાઈ સોઢા, કળષ્ણદત્તભાઈ રાવલ, જયસુખભાઈ ગોસ્વામી, મુન્નાભાઇ કેસરીયા, હાજી આમદભાઈ જીંદાણી, ઈકબાલબાપુ બુખારી, રફીકબાપુ બુખારી, હાજી હુસેનભાઇ માંડરીયા, ઈસ્માઈલભાઈ કુરેશી, એજાદબાપુ બુખારી, શબ્બીરભાઈ કુવાડીયા, ઈકબાલભાઈ ચૌહાણ, મહેબુબભાઇ બેલીમ, ફારૂકભાઇ શેખ, ઇમરાનભાઇ શેખ, છોટુભાઇ માંડરીયા, પરવેઝભાઈ કુરેશી, યુનુસભાઈ કટારીયા, રજાકભાઇ કારીયાણી, ઇબ્રાહીમભાઇ મેમણ, તાજીયા કમીટીના પ્રમુખ હબીબભાઈ ગનીબાપુ કટારીયા, ઉપપ્રમુખ યુનુસભાઇ હાસમબાપુ કટારીયા, મહામંત્રી એઝાઝબાપુ બુખારી વિગેરે સતત તાજીયાની સાથે રહેશે. તેમ યાદીમાં જણાવે છે.
(2:20 PM IST)










