તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
દિવાળી પહેલા ‘સ્પેશ્યલ કલેકશન' જપ્તઃ સાત સ્થળે દરોડામાં મહિલા સહિત છ દારૂ સાથે ઝબ્બે
એક બોટલથી લઇ દારૂના ૮૮ ચપલા કબ્જે કરી પોલીસની કાર્યવાહી થોરાળા, આજીડેમ, એલસીબી ઝોન-ર, ક્રાઇમ બ્રાંચ, તાલુકા અને પ્ર.નગર પોલીસના ચુનારાવાડ, કોઠારીયા સોલવન્ટ, જામનગર રોડ, યાર્ડ પાછળ, વાવડી અને એરપોર્ટ ફાટક પાસે દરોડા

રાજકોટ તા. ર૯: શહેરમાં દિવાળીનો તહેવાર નજીક આવતા જ દારૂના ધંધાર્થીઓ અને બુટલેગરો મેદાનમાં આવી ગયા છે. જોકે તહેવારને લઇ એકશનમાં આવેલી પોલીસે સાત સ્થળે દરોડા પાડી દારૂની ૧ બોટલથી લઇ ૮૮ ચપલા સાથે મહિલા સહિત છને પકડી લઇ ફરાર એકની શોધખોળ શરૂ કરી છે. આ મામલે થોરાળા, આજીડેમ, એલસીબી ઝોન-ર, ક્રાઇમ બ્રાંચ, તાલુકા અને પ્ર.નગર પોલીસે ચુનારાવાડ, કોઠારીયા સોલવન્ટ, જામનગર રોડ, માર્કેટીંગ યાર્ડ પાછળ, વાવડીમાં અને એરપોર્ટ ફાટક પાસે દરોડા પાડી કાર્યવાહી કરી હતી.
થોરાળા પોલીસનાં હેડ કોન્સ. એન. કે. જાગાણી, કોન્સ. જગદીશભાઇ રામ સહિતના સ્ટાફે ચુનારાવાડ શેરી નં. ૩માંથી દિલીપ ઉર્ફે ઢાલો નાનજીભાઇ પરમાર (ઉ.વ. ૪ર, રહે. ચુનારાવાડ અને મયુરનગર) ને પકડી રૂા. ૧૧ હજારના દારૂના ૬ર ચપલા અને એકસેસ સહિત રૂા. ૬૧ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.
બીજા દરોડામાં આજીડેમ પોલીસના હેડ કોન્સ. એ. બી. વિકમા, અંકિતભાઇ નીમાવત, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, મહેન્દ્રભાઇ રાઠોડ સહિતના સ્ટાફે કોઠારીયા સોલવન્ટ ફાટક પાસેથી દિપક દેવજીભાઇ ભાસ્કર (ઉ.વ. ર૮, રહે. હરિદ્વાર-૧, રાધીકા રેસીડેન્સી-૧, કોઠારીયા સોલવન્ટ) ને રૂા. ૩૩૦૦ની કિંમતની વ્હીસ્કીની ર૦ બોટલ સાથે ઝડપી લીધો હતો.
ત્રીજા દરોડામાં એલસીબી ઝોન-રની ટીમનાં એએસઆઇ જયંતીભાઇ ગોહીલ સહિતના સ્ટાફે જામનગર રોડ પર હુડકો કવાર્ટરમાં રહેતાં વસીમ સિકંદરભાઇ શેખ (ઉ.વ. ર૯) ને ઘર નજીકથી રૂા. ૪૮૦૦ના દારૂનાં ૧૬ ચપલા સાથે પકડી લીધો હતો.
ચોથા દરોડામાં ક્રાઇમ બ્રાંચનાં હેડ કોન્સ. ભાનુભાઇ ધાંધલા, તુલશીભાઇ ચુડાસમા, કોન્સ. સંજયભાઇ ખાખરીયા, મહિલા કોન્સ. ત્રિપદાબેન ભટ્ટ સહિતના સ્ટાફે માર્કેટીંગ યાર્ડ પાછળ, મંચ્છાનગર મફતીયાપરા રહેતા મનોજ ચનાલાલ પાટડીયાના મકાનમાં દરોડો પાડી રૂા. ૧૩,ર૦૦ની કિંમતની દારૂની ૮૮ બોટલ કબ્જે કરી તેની શોધખોળ શરૂ કરી છે.
પાંચમાં દરોડામાં થોરાળા પોલીસનાં હેડ કોન્સ. બી. એસ. વાળા અને કોન્સ. ગોકુલભાઇ મકવાણા સહિતના સ્ટાફે ચુનારાવાડમાં રહેતી મીનાબેન ઉર્ફે બીનાબેન રણજીતભાઇ ટાંક (ઉ.વ. ૩ર) ના મકાનમાં દરોડો પાડી તેને૧૪૪૦ના વિદેશી દારૂનાં ૮ ચપલા સાથે પકડી લીધી હતી.
છઠ્ઠા દરોડામાં તાલુકા પોલીસનાં એએસઆઇ કે. એસ. ઝાલા, કોન્સ. કુલદિપસિંહ લાલુભા સહિતની ટીમે વાવડીની વિશ્વકર્મા સોસાયટી મેઇન રોડ પરથી અજય બાબુભાઇ રાખસીયા (ઉ.વ. ર૩ રહે. આંબેડકરનગર, નાનામવા મેઇન રોડ, મુળ ધાંધલ પીપળીયા, તા. કાલાવડ) ને દારૂનાં પાંચ ચપલા સાથે પકડી લીધો હતો.
સાતમાં દરોડામાં પ્ર.નગર પોલીસનાં એએસઆઇ આર. જી. ચઢારીયા, કોન્સ. વનરાજભાઇ બોરીચા સહિતે એરપોર્ટ રોડ ફાટક પાસેથી ક્રિશ ટેકચંદભાઇ નારવાણી (ઉ.વ. ર૦ રહે. બાલાજી બંગ્લોઝ, જાનકી વાટીકા સામે, રેલનગર) ને વ્હીસ્કીની ૧ બોટલ સાથે પકડી લીધો હતો.
(3:13 PM IST)










