<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

દીપાવલીના મંગળ પર્વ પર એકાદશીથી લાભપાંચમ સુધી શ્રીહરિની પૂજા-આરાધના,માનવસેવાનું વિશેષ મહાત્‍મ્‍ય

રાજકોટઃ  દીપાવલી એ ભારતીય સંસ્‍કળતિ સાથે જોડાયેલ ઉલ્લાસ અને પ્રકાશનું પર્વ છે.જેમાં એકાદશીથી લાભપાંચમ એ શ્રીહરિની પૂજા-આરાધના માટે શ્રેષ્ઠ છે. ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે દિવાળીના દિવસોમાં શ્રીસૂક્‍તના પાઠ અને લક્ષ્મીપૂજન દ્વારા લક્ષ્મીજીની ઉપાસના કરવામાં આવે છે.પરંતુ શ્રીમદ્દ ભાગવતજી અનુસાર શ્રીહરિ એટલે કે લક્ષ્મીપતિની આરાધના વિના લક્ષ્મીપૂજન અપૂર્ણ રહે છે.તેથી દીપાવલીના મંગળ પર્વ પર એકાદશીથી લાભપાંચમના શુભ દિવસોમાં પ્રતિદિન અત્‍યંત પવિત્ર અને મહિમાવાન શ્રીવિષ્‍ણુસહસ્રનામ સ્‍તોત્ર, શ્રીસૂક્‍ત નારાયણઅથર્વશીર્ષ,કનકધારા સ્‍તોત્ર, ભગવદ્દગીતા વગેરેનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવો જોઈએ  અને શકય બને તો આ પાઠ દેવસ્‍થાનમા થાય તો ઉત્તમ.

 જે ભાવિકોથી આ સ્‍તોત્રોના શુદ્ધ ઉચ્‍ચાર સાથેના પાઠ ના થઇ શકે તેઓએ દ્વાદશાક્ષરી મંત્ર ‘‘ૐ નમો ભગવતે વાસુદેવાય'' નો નિર્મળ ચિત્તે જપ કરવો જોઈએ. તેમજ દરિદ્રનારાયણની સેવા વિના શ્રીહરિ નારાયણની સેવા પૂર્ણ થતી નથી તેથી પ્રકાશ અને ઉલ્લાસના આ પર્વમાં જરૂરિયાતમંદ પરિવારોને યથાશક્‍તિ અન્ન,વષા,મીઠાઈ,દવા એમ વિવિધ પ્રકારે સહાયરૂપ બનીને પરોક્ષ નારાયણસેવાનું સૌભાગ્‍ય પ્રાપ્ત કરવું જોઈએ.

ગીતા વિદ્યાલય ટ્રસ્‍ટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ દીપાવલીના તહેવારમાં દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ વળદ્ધોને મીઠાઈ, ફરસાણની પ્રસાદીનું વિતરણ તથા ઝૂપડપટીમાં લાડુ, ગાઠીયા અને વષાોનું વિતરણ થશે.

ચાલો, જરૂરિયાતમંદના ચહેરા પર સ્‍મિત પ્રકટાવીને ઈશ્વરની આરાધના અને માનવસેવાનો સેતુ રચીને દીપાવલીના તહેવારની સાર્થક ઉજવણી કરીએ અને સ્‍વસ્‍થ, વ્‍યસનમુક્‍ત, સદગુણી, સાત્‍વિક સમાજનું નિર્માણ કરીએ. છેલ્લા ૬૧ વર્ષોથી ધર્મ, બાળ વિકાસ, સમાજસેવા, શિક્ષણ અને અધ્‍યાત્‍મને સાંકળીને સામાજિક ક્ષેત્રે, અધ્‍યાત્‍મિક ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત સેવાસંસ્‍થા ગીતા વિદ્યાલય ટ્રસ્‍ટ-ગીતા મંદિરના ભાગવતાચાર્ય શાસ્ત્રી ડો.કૃષ્‍ણકુમાર મહેતા (મો. ૯૮૯૮૩ ૧૮૨૮૬)એ સર્વવિદ કલ્‍યાણની શુભકામના પાઠવી છે.

(10:57 AM IST)