તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
જાગરણની રોનક પાણીમાં રગદોળાઇ

રાજકોટ : ગઇકાલે શુક્રવારે રાત્રીના જયાપાર્વતી વ્રતનું જાગરણ હતુ. પરંતુ વરસાદ વેરી બનતા મનોરંજન અને ખાણીપીણીના સ્થળોએ સુનકાર વ્યાપી રહ્યો હતો. વ્રતધારી બહેનો દીકરીઓએ ઘરે જ ટીવી અને મોબાઇલના આધારે આખી રાત્રીનું જાગરણ પસાર કરવું પડયું હતુ. આખી રાત્રી ધીમી ધારે મેઘરાજા વરસતા રહ્યા હતા. જેથી દર વર્ષે જાગરણની રાત્રીએ જે ચહલ પહલનો નજારો જોવા મળતો તે આ વર્ષે જોવા મળ્યો નહોતો. રેસકોર્ષ, ફનવર્લ્ડ, જયુબેલી ગાર્ડન સહીતના હરવા ફરવાના સ્થળો તેમજ ખાણીપીણીની બજારો બંધ હાલતમાં જોવા મળે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(10:59 AM IST)










