તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
‘અકિલા’ની આધુનિક કાર્યપદ્ધતિ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ જાઈ પ્રભાવિત થયા પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે
અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન મોભી કિરીટભાઈ ગણાત્રા સાથે સામાજિક-રાજકીય વિષયો પર વિસ્તૃત ચર્ચાઃ અખબારના પ્રિન્ટિંગ અને રિસાયકલિંગ પ્રોજેક્ટને નિહાળી અહોભાવ વ્યક્ત કર્યો

રાજકોટઃ પ્રદેશ ભાજપ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી શ્રી અનિરુદ્ધભાઈ દવેએ તાજેતરમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવ દવે સાથે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે તેઓએ સામાજિક અને રાજકીય સહિતના વિવિધ વિષયો પર સવિશેષ ચર્ચા-વિચારણા કરી હતી. મુલાકાત દરમિયાન શ્રી અનિરૂધ્ધભાઈ દવેએ અકિલાના પ્રિન્ટિંગ વિભાગ, મશીનરી તેમજ સોશિયલ મીડિયાની કાર્યપદ્ધતિ વિશે જાણકારી મેળવી હતી. ખાસ કરીને અકિલા દ્વારા કાગળનું રિસાયકલિંગ કરી તેનો ફરીથી ઉપયોગ કરવાની પ્રક્રિયા નિહાળી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે પ્રદેશ ભાજપ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી શ્રી અનિરુદ્ધભાઈ દવે તથા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવ દવે, મુન્દ્રા ભાજપના અગ્રણી અને કચ્છ મિત્રના પ્રતિનિધિ શ્રી હાર્દિકભાઈ ગણાત્રા ભાજપ સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપ પ્રવક્તા તેમજ પ્રદેશ કારોબારી સભ્ય શ્રી રાજુભાઈ ધ્રુવ નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:49 PM IST)










