News of Wednesday, 27th May 2026
રાજકોટમાં ૧પ હજારથી વધૂ સહિત રાજયમાં રાા લાખ લોકો દ્વારા વસ્તીગણતરીમાં સ્વ-ગણના

રાજકોટ, તા. ૨૭: રાજ્યમાં વસ્તીગણતરીની પ્રક્રિયા અંતર્ગત હાલ સ્વ-ગણનાનો તબક્કો ચાલી રહ્યો છે.
અધિક જિલ્લા વસ્તીગણતરી અધિકારીની કચેરી તરફથી મળેલી વિગતો મુજબ, રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૫,૧૬૮ લોકો સ્વ-ગણનાની પ્રક્રિયામાં જોડાયા છે. જેમાંથી ૧૩,૨૬૮ લોકોએ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે, જ્યારે બાકીના ૧૯૦૦ લોકો દ્વારા વિગતો ભરીને ફાઈનલ સબમિટ કરવાની કામગીરી ચાલી રહી છે.
સમગ્ર રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ ૨,૫૫,૨૧૯ લોકો સ્વ-ગણનામાં જોડાયા છે. જેમાંથી ૨,૧૬,૬૯૬ લોકોએ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે જ્યારે ૩૮,૫૨૩ લોકો દ્વારા ફાઈનલ સબમિશનની કામગીરી ગતિમાન છે.
આ તકે વહીવટી તંત્ર દ્વારા ૩૧મી મે પહેલા વધુમાં વધુ નાગરિકોને સ્વ-ગણનામાં જોડાઈને વિગતો ભરવા અપીલ કરવામાં આવી છે
(10:31 AM IST)










