<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

સ્‍ટેટ લેવલ બેડમિન્‍ટન ટુર્નામેન્‍ટનો પ્રારંભ

રાજકોટ, તા.૨૫: યોનેક્‍સ-સનરાઈઝ સ્‍વ.ઠા.સા. શ્રી ઘનશ્‍યામસિંહજી ઓફ કોઠારીયા મેમોરિયલ ગુજરાત સ્‍ટેટ બેડમિન્‍ટન ચેમ્‍પિયનશિપ્‍સ, ૨૦૨૬ વિધિવત ઉદઘાટન રાજકોટના મેયર ડો. નેહલ શુક્‍લના હસ્‍તે દીપ પ્રગટાવીને રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આંતરરાષ્‍ટ્રીય કક્ષાના નવનિર્મિત શ્રી અટલ બિહારી વાજપાઈ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે આજે બુધવારના રોજ થયેલ છે.

આ શુભ અવસરે પ્રાસંગિક પ્રવચન આપતા સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન મનીષ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે રાજકોટના યુવાન ખેલાડીઓને રાજ્‍ય, રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ પહોચવા માટે પ્રોત્‍સાહિત કરવા માટે રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ બેડમિન્‍ટન એસોસિએશનના પ્રયત્‍નો સરાહનીય છે. રાજકોટ મહાનગર પાલિકા તેમાં સહભાગી થતાં ગર્વ અનુભવે છે.

ભારતીય સેનાના નિવળત કેપ્‍ટન જયદેવ જોષીએ રાજ્‍યભરમાંથી આવેલ યુવાન ખેલાડીઓને આ પ્રસંગે શુભેચ્‍છા આપતા રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ ડિસ્‍ટ્રીક બેડમિન્‍ટન એસોસિએશન તથા અનેક કાર્યકરોની ટીમનો આભાર માન્‍યો હતો.

એક અખબારી યાદીમાં રાજકોટ ડિસ્‍ટ્રીકટ બેડમિન્‍ટન એસોસીએશનના માનદ મંત્રી ભૂષણ પંડયા જણાવ્‍યું કે ટુર્નામેન્‍ટના પ્રથમ દિવસે ક્‍વોલિફાઇંગ રાઉન્‍ડના કુલ ૧૩૧ મેચો રમાયેલ. આવર્તીકાલે ગુરુવારે સવારે ૯ વાગ્‍યાથી સાંજે ૬ વાગ્‍યા સુધીમાં કુલ ૭૫ મેચોનું આયોજન કરેલ છે.

રાજકોટના મેયર ડો. નેહલ શુક્‍લ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, રાજકોટ મહાનગરપાલિકાની સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા, સત્તાપક્ષના નેતા હિરેન ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા, સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન મનીષ ભટ્ટ, કોર્પોરેટર દર્શન પેંગ્‍યાતર, ઠાકોર સાહેબ ઓફ કોઠારીયા જયદીપસિંહજી, ઠાકોર સાહેબ ઓફ વિરપુર દેવેન્‍દ્રસિંહજી, કેપ્‍ટન જયદેવ જોષી, વિગેરેએ હાજર રહી સ્‍પર્ધકોને પ્રોત્‍સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન હાર્દિક સોરઠીયાએ કરેલ

(2:42 PM IST)