News of Friday, 19th June 2026
કુવાડવા જીઆઇડીસી પાસે સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકીઃ બુટલેગર ફિરોઝનો ૫૫૦ પેટી દારૂ પકડાયો

રાજકોટ તા. ૧૯: શહેરના કુવાડવા રોડ પોલી સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ની ટીમે દરોડો પાડી ૫૫૦ પેટી જેટલો ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઇ એક શખ્સને સકંજામાં લીધો છે.
પ્રાથમિક માહિતી મુજબ એસએમસીની ટીમે કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં જીઆઇડીસી વિસ્તારમાં રામદેવ એસ્ટેટ પાસે દરોડો પાડયો છે. ૫૫૦ પેટી જેટલ દારૂ પકડી લેવાયો હોવાનું હાલ જાણવા મળ્યું છે. આ લખાય છે ત્યારે દરોડાની કામગીરી ચાલુ છે.
સુત્રોના જણાવ્યા મુજબ આ દારૂ રાજકોટના લિસ્ટેડ બુટલેગર ફિરોઝની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસે એક શખ્સને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.
(3:34 PM IST)










