તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૧૩ ઘંટેશ્વર ખાતે એકતા પરેડ અને શષા પ્રદર્શનનું આયોજન
જુદી જુદી શાળાના ૫૦૦ વિદ્યાર્થીઓએ કાર્યક્રમનો લાભ લીધોઃ સેનાપતિ એચ. પી. દોશી, ડીવાયએસપી પી.આઇ. સેદાણી અને ટીમનું આયોજન

રાજકોટઃ ભારતના લોખંડી પુરૂષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે તા. ૩૧ ઓક્ટોબરના રોજ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૧૩, ઘંટેશ્વર, રાજકોટ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સેનાપતિ એચ. પી. દોશી સાહેબની અધ્યક્ષતામાં તથા ડીવાયએસપી પી. આઈ. સેદાણેની આગેવાનીમાં થયું હતું. જવાનોએ આ કાર્યક્રમમાં શિસ્તબધ્ધતા અને આકર્ષક એકતાના દર્શન પરેડ વખતે કરાવ્યા હતાં. આર્મર ઇન્ચાર્જ એસ.આઇ. કે. ડી. જાડેજા અને કર્મચારીઓ દ્વારા આ કાર્યક્રમ સાથે શષા પદર્શન પણ યોજાયુ હતું. લોકો, બાળકોને શષાોની ઓળખ, ઉપયોગીતા, પોલીસદળની કામગીરીથી વાકેફ કરાયા હતાં. આ કાર્યક્રમમાં ઘંટેશ્વર તથા આસપાસના વિસ્તારની વિવિધ શાળાઓના અંદાજે ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપુર્વક ઉપસ્થિત રહી એકતા પરેડ અને શષા પ્રદર્શન નિહાળ્યું હતું.
(2:35 PM IST)










