તા. ૨૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૩ શુક્રવાર
News of Friday, 27th November 2026
સોમવારથી ધો.૧૦-૧૨ ઓપન સ્કુલ એકઝામ
શાળામાં શિક્ષણ કાર્ય છોડી દેનાર વિદ્યાર્થીઓ માટે પ્રથમવાર રાજકોટ શહેરના ૪ જિલ્લામાં ૩ પરીક્ષા કેન્દ્રો- ૨૮૩૧ પરીક્ષાર્થીઓ

રાજકોટ તા.૨૭: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમ વખત ધો.૧૦-૧૨ની ઓપન સ્કુલ એકઝામ તા.૩૦ના સોમવારથી શરૂ થશે.ગુજરાત રાજયમાં વિદ્યાર્થીઓ અભ્યાસકાળ દરમિયાન કોઇ કારણોસર શાળામાં શિક્ષણ મેળવી ન શકયા હોય તેવા વિદ્યાર્થીઓને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને ધો.૧૦-૧૨ની પરીક્ષાની તક આપવાનો પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો છે.ધો.૧૦-૧૨ની ઓપન સ્કુલ એકઝામ રાજયના વિવિધ જીલ્લાના ૧૫૦થી વધુ કેન્દ્ર ઉપર લેવાશે. જેમાં ૨૫ હજારથી વધુ પરીક્ષાર્થીઓ ભાગ લેશે. રાજકોટમાં ૪ અને જીલ્લામાં ૩ પરીક્ષા કેન્દ્ર ઉપર ૨૮૩૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજકોટની કરણસિંહજી હાઇસ્કુલ ખાતે પરીક્ષાનો સ્ટ્રોંગરૂમ રાખવામાં આવ્યો છે. પરીક્ષા ન્યાયીક રીતે યોજાય તે માટે કડક પ્રબંધો કરવામાં આવ્યા છે
(3:51 PM IST)










