હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડોર ટુ ડોર તથા ડ્રોન દ્વારા મચ્છરજન્ય-પાણીજન્ય રોગ અટકાવવા પગલા
શહેરમાં રોગચાળો ઘટાડવા મનપા એકશનમાં રાજકોટના ૭૨.૬૪ ચો. કિ.મી. વિસ્તારનો સર્વે પૂર્ણઃ ૮૨૯૮ સંભવીત મચ્છર ઉત્પતિ થળોની ઓળખ

રાજકોટ, તા.૧: મહાનગર પાલિકા દ્વારામેલેરિયા,ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતનામચ્છરજન્ય રોગો તેમજ પાણીજન્યરોગોના નિયંત્રણ અને અટકાયત માટે આરોગ્ય શાખા દ્વારા વિવિધ સ્તરે સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
ડેન્ગ્યૂએ ડીસ મચ્છર દિવસના સમયે કરડે છેઅને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોયતેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.
આ જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણ હેઠળ તા.૨૪થીતા.૩૦ દરમિયાન ફિલ્ડવર્કર, અર્બન આશા તથા MPHWદ્વારા કુલ૧,૯૧,૫૮૭ ઘરોમાં પોરાનાશક કામગીરીકરવામાં આવી છે. તેમજ ફિલ્ડવર્કરો દ્વારા૬૯૫ ઘરોમાં ફોગીંગ કામગીરીકરવામાં આવેલ છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલમાઉન્ટેનફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલસોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુમાનવ સમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરીહેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાનો, દુકાનો, એપાર્ટમેન્ટ, કોમર્શિયલકોમ્પ્લેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યવસાયિકસ્થળો તેમજ રહેણાંકવિસ્તારોની આસપાસ મચ્છર ઉત્પત્તિ સ્થળોની તપાસ કરવામાં આવે છે. મચ્છર ઉત્પત્તિ સ્થળ મળી આવે ત્યારે સ્થળના માલિક, ભોગવટો કરનાર અથવા જવાબદાર વ્યક્તિને બાયલોઝ હેઠળ નોટિસ આપવામાં તથા વહીવટી ચાર્જ વસૂલવાની કામગીરી કરવામાં આવેલ છે.
આ કામગીરી હેઠળ રહેણાંક સિવાયના૫૩૨ૅીમાઇસીસ, જેમાં બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારનાડેલા, સેલર, હોલ/વાડી/પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરેનો સમાવેશ થાય છે, તેની મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવી છે. જેમાં મચ્છર ઉત્પત્તિ અંગેરહેણાંક વિસ્તારમાં ૩૧૮ તથા કોમર્શિયલ વિસ્તારમાં ૯૨ આસામીઓને નોટિસઆપવામાં આવી છે.
મચ્છરજન્યરોગોના નિયંત્રણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પરંપરાગત કામગીરીની સાથેડ્રોન ટેકનોલોજી અને AI આધારિત સર્વેલન્સનો ઉપયોગકરી સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળોની ઓળખ તથા જરૂરી સ્થળોએ જંતુનાશક દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.
ડ્રોન સર્વે દરમિયાન ઓળખાયેલા પાણી ભરાવાનાસ્થળો તથા સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળોનીવિગતોના આધારે સંબંધિત વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ તથા સોર્સરીડકશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાના કુલ૧૬૧.૮૫ ચો.કિ.મી.વિસ્તાર પૈકી અત્યાર સુધીમાં (વોર્ડ નં. ૧,૩,૪,૫ ૧૧, ૧૩, અને ૧૮ માં ૭૨.૬૪ચો.કિ.મી. વિસ્તારમાં સર્વે કામગીરીકરવામાં આવી રહી છે. ડ્રોન દ્વારા કરવામાં આવેલ સર્વે દરમિયાન અત્યાર સુધીમાં કુલ૮,૨૯૮ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળો (Breeding Sources) શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં ૩૫૮૧સ્થળો ક્ષેત્રિય કાર્મચારીઓ દ્વારા દવા છંટકાવ / સોર્સરીડકશનની કામગીરી હેઠળ આવરીલીઘેલ છે.
આ ઉપરાંત, અત્યાર સુધીમાં ડ્રોન દ્વારા કુલ૧૦૩ કલાક જંતુ નાશક દવાનાછંટકાવની કામગીરી કરવામાં આવી છે.
પાણીજન્યરોગચાળાની અટકાયત માટે રાજકોટ મહાનગરપાલિકાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના ફિલ્ડ સ્ટાફ દ્વારા નિયમિત સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તા.૨૪/થીતા.૩૦ દરમિયાન કુલ૩,૪૪,૧૬૧ જેટલી વસ્તીનો સર્વેકરવામાં આવ્યો છે. જે અંતર્ગત આ સર્વેલન્સ કામગીરી દરમિયાનઃ ,૬,૫૮૬ જેટલી ક્લોરીનટેબ્લેટનું વિતરણકરવામાં આવ્યું. ,૧૨૩૭ જેટલા ORS પેકેટનું વિતરણકરવામાં આવ્યું. ,૩,૫૫૭ જેટલા R.C. ટેસ્ટકરવામાં આવ્યા.










